ખંભાળીયા: ધારાસભ્યના પુત્રએ જન્મદિવસે શિવ બળદ આશ્રમમાં ગૌવંશોને તૃપ્ત કર્યા

હર્ષદ બેરાના જન્મદિવસની સેવામયી ઉજવણી

ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની પરંપરાને જાળવી રાખીને ગઈકાલે મંગળવારે તેઓએ આ વર્ષે પણ આજના યુવાનો માટે પ્રેરણારૂપ બને તેવી અનોખી અને જીવદયાભરી ઉજવણી કરી હતી.હર્ષદભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે સ્વજનો અને મિત્રો સાથે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આખો દિવસ વિતાવીને દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. અહીં માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ જીવદયાના કાર્યને સાર્થક કરતા તેઓએ ભાણવડ ખાતે આવેલા ‘શિવ બળદ આશ્રમ’માં આશ્રય લઈ રહેલા બળદો માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત, આશ્રમના સભ્યોના સહયોગથી ભાણવડની ગલી-શેરીઓમાં ભટકતા બિનવારસુ ગૌવંશને પણ ભરપેટ લીલો ઘાસચારો ખવડાવી તૃપ્ત કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ