ઈ-20 પેટ્રોલ સામે ઉહાપોહને પગલે વાહનચાલકોને હવે વિકલ્પ આપવા વિચારણા

ઈથેનોલ મિશ્રીત અથવા નોર્મલ
પેટ્રોલ બન્નેમાંથી ભરાવી શકશે

હાલ ઈ-20 પેટ્રોલ એટલે કે 20 ટકા એથેનોલ મિશ્રીત પેટ્રોલને લઈને દેશભરમાં વિવાદ જાગ્યો છે અને આ પેટ્રોલથી વાહનોના માઈલેજ ઘટવાની, એન્જીનને ક્ષતિ પહોંચવાની ફરિયાદો ઉઠી છે ત્યારે સરકરા નવો વિકલ્પ આપવાનું વિચારી રહી છે, જે મુજબ ગ્રાહકને પ્યોર પેટ્રોલ અને એથેનોલ મિશ્રીત પેટ્રોલનો વિકલ્પ પેટ્રોલપંપે અપાશે.

આગામી સમયમાં દેશભરના પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે એક નવો વિકલ્પ હોઈ શકે છે.
સરકાર લોકોને ઊ-20 પેટ્રોલ અને નોર્મલ પેટ્રોલ વચ્ચે પસંદગી કરવાની મંજૂરી આપવાનું વિચારી રહી છે. આ દરખાસ્તનો હેતુ વાહન માલિકોને તેમની જરૂરિયાતો અને વાહન અનુસાર ફ્યૂલ પસંદ કરવાની તક આપવાનો છે.
છેલ્લા કેટલાક સમયથી, ઊ-20 પેટ્રોલ અંગે વિવિધ ચિંતાઓ સામે આવી રહી છે. કેટલાક ડ્રાઇવરો કહે છે કે તેનાથી ઇંધણના માઇલેજમાં થોડો ઘટાડો થાય છે. અન્ય લોકોએ તેમના જૂના વાહનોમાં તેનો ઉપયોગ કરવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, સરકાર હવે તમામ હિસ્સેદારો પાસેથી ઇનપુટ લેવાની તૈયારી કરી રહી છે.અહેવાલો અનુસાર, ઊ-20 પેટ્રોલના અમલીકરણ પહેલાં પણ, નિયમિત પેટ્રોલનો વિકલ્પ જાળવવા અંગે ચર્ચાઓ થઈ હતી. જો કે, તે સમયે, તેલ માર્કેટિંગ કંપનીઓ આ માટે તૈયાર નહોતી. હવે, બદલાતી પરિસ્થિતિઓ અને લોકોના પ્રતિભાવને જોતાં, આ મુદ્દા પર પુનર્વિચારણા કરવામાં આવી રહી છે.
જો બંને પ્રકારના પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવે, તો સૌથી મોટો પડકાર તેમની કિંમત નક્કી કરવાનો રહેશે. ઊ-20 અને નોર્મલ પેટ્રોલની કિંમત અલગ અલગ હોઈ શકે છે, તેથી બંને માટે કિંમતો નક્કી કરવી મુશ્કેલ બનશે.

રિલેટેડ ન્યૂઝ