૧૨%થી વધુ આલ્કોહોલવાળી દૃવા હવે પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે

કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

દૃેશમાં કફ સિરપ અને હેલ્થ ટોનિકનો નશાના રૂપમાં થઈ રહેલા ગેરઉપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને અત્યંત કડક પગલું ભર્યું છે.
સરકારે ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫માં મોટો સુધારો કરીને વધુ પ્રમાણમાં આલ્કોહોલ ધરાવતી આવી તમામ પ્રવાહી (ઓરલ લિક્વિડ) દૃવાઓને શેડ્યૂલ ૐ૧ (જીષ્ઠરીઙ્ઘેઙ્મી ૐ૧) કેટેગરીમાં મૂકી દૃીધી છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદૃ હવે આવી દૃવાઓ મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચી શકાશે નહીં.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, જો કોઈ પ્રવાહી દૃવા બે મુખ્ય શરતો પૂરી કરતી હશે, તો તે હવેથી કડક દૃેખરેખના દૃાયરામાં આવી જશે. પ્રથમ શરત એ છે કે જે દૃવા ૩૦ દ્બઙ્મથી મોટી પેિંકગમાં આવતી હોય અને બીજી શરત એ કે જેમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ ૧૨%થી વધુ હોય. આ બંને માપદૃંડો હેઠળ આવતી તમામ સિરપ અને ટોનિકને હવેથી શેડ્યૂલ ૐ૧ની યાદૃીમાં સામેલ કરી દૃેવાઈ છે. આ એ જ સંવેદૃનશીલ યાદૃી છે જેમાં ઊંઘની ગોળીઓ અને ભારે પેઇનકિલર્સ રાખવામાં આવે છે.
નવા કાયદૃા અંતર્ગત સરકારે શેડ્યૂલ માં પણ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ આ કેટેગરી હેઠળ કેટલીક દૃવાઓને નિયમો અને વેચાણમાં જે વિશેષ છૂટ મળતી હતી, તે હવે ૩૦ દ્બઙ્મથી મોટી અને ૧૨%થી વધુ આલ્કોહોલ ધરાવતી ઓરલ દૃવાઓ પર લાગુ પડશે નહીં. આ ફેરફાર પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આવી દૃવાઓના ઉત્પાદૃનથી લઈને મેડિકલ સ્ટોરના કાઉન્ટર સુધીની આખી સપ્લાય ચેઈન પર બાજ નજર રાખવાનો છે.
અત્યાર સુધી મેડિકલ સ્ટોર્સ પર કફ સિરપ કે ટોનિક કોઈપણ પૂછપરછ વગર સરળતાથી મળી જતા હતા, પરંતુ હવે શેડ્યૂલ ૐ૧માં આવી જવાથી નિયમો સંપૂર્ણ બદૃલાઈ જશે. હવેથી ગ્રાહકે આ દૃવા ખરીદૃવા માટે ફરજિયાત ડૉક્ટરનું લખાણ બતાવવું પડશે. આ ઉપરાંત, દૃુકાનદૃારે આ દૃવા કોને વેચી તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પડશે અને કંપનીઓએ બોટલ પર ચેતવણીનું લેબલ લગાવવું પણ અનિવાર્ય બનશે. યુવાધનમાં નશાના દૃૂષણને અટકાવવા માટે આ પગલું લેવાયું છે.
આ કડક નિયમનો ડ્રાટ ઓક્ટોબર ૨૦૨૫માં જ જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને વાંધા સૂચનો માટે ૩૦ દિૃવસનો સમય અપાયો હતો. જોકે, કોઈ વાંધો ન આવતા સરકારે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે ચર્ચા કરીને તેને કાયદૃાનું સ્વરૂપ આપી દૃીધું છે. ગેઝેટમાં પ્રકાશિત થયાના ૬ મહિના બાદૃ આ નવો નિયમ દૃેશભરમાં અમલી બનશે, એટલે કે અંદૃાજે જાન્યુઆરી ૨૦૨૭થી આ અંગેની કડકાઈ શરૂ થઈ જશે. ત્યાં સુધીમાં દૃવા કંપનીઓ અને વેપારીઓએ પોતાની પેિંકગ અને વેચાણની પદ્ધતિ બદૃલવાની રહેશે.

રિલેટેડ ન્યૂઝ