ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને સમાજસેવી શ્રી નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ માનવસેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.આ બ્લડ ડોનેશન કેમ્પ તા. 11 જુલાઈ, 2026 શનિવારના રોજ સવારે 8:00 કલાકે પટેલવાડી, વજલપરા, સાવરકુંડલા ખાતે યોજાશે. કાર્યક્રમનું આયોજન શ્રી ખોડલધામ પરિવાર, સાવરકુંડલા દ્વારા કરવામાં આવ્યું છે.આયોજકો દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોના યુવાનો, સમાજના આગેવાનો અને રક્તદાતાઓને પરિવાર અને મિત્રમંડળ સાથે ઉપસ્થિત રહી રક્તદાન જેવા મહાદાનમાં સહભાગી બનવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાને ખોડલધામ સમિતિ, બ્લડ બેન્ક તથા હિંમતભાઈ લાખાણીના સહયોગથી લેડીઝ છત્રી સહિત કુલ ત્રણ આકર્ષક ભેટો અર્પણ કરવામાં આવશે.નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ સહિત વિવિધ લોકકલ્યાણ અને માનવસેવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. વધુ માહિતી માટે મો. 8128765649 તથા 8866365736 પર સંપર્ક કરવો
રિલેટેડ ન્યૂઝ
-
રાજુલા બસ સ્ટેશનમાં પોલીસે ખિસ્સા કાતરૂને રોકડ સાથે ઝડપી પાડ્યો
ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરા ની મદદથી ચોર ઝડપાયો તારીખ 8 7 2026... -
વાંકાનેરમાં પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપનું વેચાણ કરતા દુકાનદાર સામે કાર્યવાહી
સુહાના ટ્રેડર્સમાંથી ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ-ટ્રેપ મળી વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે આવેલી સુહાના ટ્રેડર્સ નામની... -
રાજુલા છતડીયા રોડમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા
નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ટીમ દ્વારા માહિતી આપવામાં આવી રાજુલા શહેરના છતડીયા રોડ પર ૠઞઉઈ દ્વારા પાઇપલાઇનના...
