રાજુલા બસ સ્ટેશનમાં પોલીસે ખિસ્સા કાતરૂને રોકડ સાથે ઝડપી પાડ્યો

ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરા ની મદદથી ચોર ઝડપાયો તારીખ 8 7 2026 ના રોજ ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે તેઓ બસની રાહ જોઈ રહ્યો હતો અને જાફરાબાદ રૂટની બસ આવતા તેમાં ચડતો હોય તે વખતે કોઈ અજાણ્યા શખ્સે પેન્ટ ના જમણા ખીચામાં રાખેલ પર્સ નજર ચુકવી ચોરી કરેલ જે બાબત પોલીસ મથકે પહોંચતા બી એન એસ 303 (2) મુજબનો ગુનો દાખલ થયેલ નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ પી.આઈ કોલેજ ની સૂચના મુજબ પોલીસ ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવેલ ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ની મદદ થી ચોક્કસ બાતમી આધારે મચ્છી વેચવાનો ધંધો કરનાર 60 વર્ષીય કોડીનારના યુસુફભાઈ ભીખન ભાઈ પરમાર ને રોકડ રકમ 3,500 સાથે ઝડપી લીધેલ આ શખ્સ વિરુદ્ધ ઉપલેટા કોડીનાર પોરબંદર સાવરકુંડલા અમરેલી વેરાવળ મેંદરડા રાજુલા જેતપુર પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે એ એસ આઈ ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઈ વાળા મધુભાઈ સુરેશભાઈ પ્રકાશભાઈ સહિત ટીમ દ્વારા વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે

રિલેટેડ ન્યૂઝ