7 માસથી રાજીનામું મંજૂર નહી થતા રેન્જ આઈજીને રજૂઆત કરવા છતા યોગ્ય નિર્ણય નહી મળતા જાહેરમાં આવ્યો
રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ સાત મહીના પહેલા નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું. જો કે તેનું રાજીનામુ મંજુર ન થતા મીડીયા સમક્ષ આવી અને તેઓએ પોતાની હકિકત જણાવી હતી. તેમજ કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો હતો કે સમાજમાં ખેડુતો અને નાના માણસોને ન્યાય મેળવવા માટે આમ તેમ ભટકવું પડે છે જેથી તેમને નોકરી છોડી સમાજ સેવા કરવા માગે છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેમનું રાજીનામુ મંજુર કરવાના બદલે તેમને માનસીક ત્રાસ આપી ખોટા કેસમાં ફીટ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ તેનો વિડીયો સોશિયલ મીડીયામાં ફરતા રૂરલ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને તેમને ઉઠાવી ગઇ હોવાનું સામે આવ્યું છે. કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાના જણાવ્યા મુજબ, સાત મહિના પહેલા રાજીનામું આપ્યા બાદ તેમણે જિલ્લા પોલીસ વડાને રૂૂબરૂૂ મળીને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમના પરિવારના સભ્યો પણ એસપીને મળવા ગયા હતા. આક્ષેપ છે કે, એસપી સાહેબે રાજીનામું મંજૂર કરવાના બદલે ધમકી આપી હતી કે, નતમારા દીકરાને કહો ચૂપચાપ નોકરી કરે, નહીંતર તેના પર ખોટા કેસ કરી લોકઅપમાં બેસાડી દેશું અને જિંદગી બરબાદ કરી નાખીશું. પોલીસ તંત્ર તરફથી મળી રહેલી ધમકીઓ અને માનસિક ત્રાસ અંગે કોન્સ્ટેબલે સૌપ્રથમ રેન્જ આઇજીને લેખિત રજૂઆત કરી હતી. ત્યાંથી એક મહિના સુધી કોઈ જવાબ ન મળતા તેમણે ગુજરાતના પોલીસ વડા અને માનવ અધિકાર પંચને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી. કોન્સ્ટેબલે આક્ષેપ કર્યો છે કે, આ રજૂઆતો બાદ બદલાની ભાવનાથી તેમની 100 કિલોમીટર દૂર ખોટી રીતે બદલી કરી દેવામાં આવી છે. ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર છે, માટે હું રાજીનામુ આપી મારી રીતે જીવન જીવવા માંગુ છું. મારે નોકરી નથી કરવી એટલે મેં રાજીનામુ આપ્યું છે. રાજનીતિ વિશે પૂછવામાં આવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ જણાવ્યું કે, હાલના સમયમાં ખેડૂતો પર અત્યાચારે અન્યાય થાય છે. તેમજ નાના માણસોને ન્યાય નથી મળતો. આ પરિસ્થિતિ જોઈને હું સમાજ સેવા કરવા માંગુ છું. રાજનીતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, તેઓ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત છે, કારણ કે આ પક્ષ ભ્રષ્ટાચાર સામે લડે છે અને ખેડૂતો તેમજ યુવાનોના પ્રશ્ર્નોને વાચા આપે છે. આથી તેઓ રાજીનામું આપીને આપમાં જોડાવા ઈચ્છે છે.
