બાઈકને આંતરી હુમલો કરનાર શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
શહેરમાં મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતા યુવાનને એક શખ્સે ઈન્સ્ટામાં મેસેજ કરી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને નતું આની સાથે વાત કરે છેથ તેમ કહી ઝઘડો કર્યો હતો. જેના સમાધાન બાદ ગઈકાલે યુવાન
મિત્ર સાથે જકાત નાકા પાસે
બાઈક લઈ નાસ્તો કરવા જતો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતો સાહિલ પ્રકાશભાઈ ઉગરેજીયા નામનો 22 વર્ષનો યુવાન સાંજના સમયે મોરબી રોડ જકાત નાકા પાસે હતો ત્યારે નિલેશ નામના શખ્સે જુની અદાવતનો ખાર રાખી છરી વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હુમલામાં ઘવાયેલા સાહિલ ઉગરેજીયાએ હુમલાખોર નિલેશ કોળી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં જણાવ્યું છે કે, હુમલાખોર નિલેશ કોળીએ ઈન્સ્ટાગ્રામમાં મેસેજ કરી યુવતીનો ફોટો મોકલ્યો હતો અને નતું આ છોકરી સાથે પ્રેમ સંબંધ ધરાવે છેથ તેવું આળ મુકયું હતું.
જે અંગે બન્ને વચ્ચે ફોનમાં ઝઘડો થયા બાદ સમાધાન થઈ ગયું હતું. જે અદાવતનો ખાર રાખી સાહિલ ઉગરેજીયા તેના મિત્રના બાઈક પાછળ બેસી જકાત નાકા પાસે નાસ્તો કરવા જતો હતો ત્યારે નિલેશ કોળીએ રસ્તામાં આંતરી જુની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
