રાજકોટમાં દૂધમાં મિલાવટ કરનારા ધંધાર્થીઓની ખેર નથી

છખઈની ધોંસ શરૂ, 16 ડેરીમાંથી લેવાયા નમુના : શહેરની પ્રખ્યાત ગણાતી મધુરમ, જય દ્વારકાધીશ, વૃંદાવન, ગંગોત્રી, બંસીધર, શ્રી રાધે, મોમાઇ, ધારેશ્ર્વર, રિયલ, વિશાલ, શ્રીરાજ અને ગોપાલ ડેરી સહિતની પેઢીચડી મનપાની ઝપટે

રાજકોટમાં પનીર, બટર સહિતની ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટ વેંચનારા ધંધાર્થીઓ પર તવાઇ બોલાવી આવી પેઢીને સીલ કરવા સહિતની ઝૂંબેશ મનપાએ ચાલુ કર્યા બાદ હવે દૂધના ભેળસેળિયા ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા માટે વ્યાપક પ્રમાણમાં ચેકીંગ ચાલુ કરવામા આવ્યુ છે. મનપાએ પાડેલા દરોડા દરમિયાન જ્યા દૂધ શંકાસ્પદ લાગતુ હોય તેવી ડેરી સહિત 16 પેઢીને નોટિસ આપવા ઉપરાંત નમૂના લઇને લેબોરટરીમાં મોકલી આપવામા આવ્યા હતા.
મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીની સુચનાથી સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતા સહિતના ફૂડ શાખાની અલગ અલગ ટીમે શહેરના ત્રણેય ઝોનમાં જાણીતી એવી ડેરીઓ સહિત દૂધના ધંધાર્થીઓને ત્યા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. જેમા કૈલાશ ફરસાણ માર્ટ(સ્થળ -સરદાર નાગર મેઈન રોડ, ફોર પ્લસ કોમ્પ્લેક્સ) ખાતેથી મિક્સ દૂધ (લૂઝ), મધુરમ ડેરી ફાર્મ (સ્થળ -યોગેશ્વર પાર્ક મેઇન રોડ, સાધુવાસવાણી રોડ) ખાતેથી મિક્સ દૂધ (લૂઝ), જય દ્વારકાધીશ ડેરી ફાર્મ (સ્થળ – યોગીનગર રોડ સાધુવાસવાણી રોડ)માંથી દૂધ (લૂઝ), શ્રી વૃંદાવન ડેરી ફાર્મ (સ્થળ -આકાશવાણી ક્વાર્ટર, ન્યુ પરિમલ સોસાયટી, યુનિવર્સિટી રોડ)માંથી ભેંસનું દૂધ (લૂઝ), ગંગોત્રી ડેરી ફાર્મ (સ્થળ -શુભમ પાર્ક, સાધુવાસવાણી રોડ)માંથી મિક્સ દૂધ (લૂઝ), શ્રી બંસીધર ડેરી ફાર્મ (સ્થળ -ડાયમંડ એપાર્ટમેન્ટ સામે, સાધુવાસવાણી રોડ) ખાતેથી ભેંસનું દૂધ (લૂઝ)નો નમૂના લેવામા આવ્યો હતો.
આ ઉપરાંત શ્રી રાધે ડેરી ફાર્મ (સ્થળ -ગમારા પેટ્રોલ પંપ સામે, રૈયા રોડ) ખાતેથી મિક્સ દૂધ (લૂઝ), મોમાઈ ડેરી ફાર્મ (સ્થળ -કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ) મુકામેથી મિક્સ દૂધ (લૂઝ), દ્વારિકાધીશ ડેરી ફાર્મ (સ્થળ -કોઠારીયા સોલવન્ટ, ગોંડલ રોડ) ખાતેથી ગાયનું દૂધ (લૂઝ), વિશાલ ડેરી ફાર્મ (સ્થળ: મંગળા મેઈન રોડ) મુકામેથી મિક્સ દૂધ (લુઝ), વૃંદાવન ડેરી ફાર્મ (સ્થળ: મિલપરા મેઇન રોડ, પૂજરા પ્લોટ કોર્નર) ખાતેથી મીકસ દૂધ (લુઝ), રીયલ ડેરી ફાર્મ (સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, કોઠારીયા) મુકામેથી ગાયનું દૂધ (લૂઝ) અને ભેંસનું દૂધ (લુઝ), ધારેશ્વર ડેરી ફાર્મ (સ્થળ -શ્યામલ વર્ટીક્સ, સાધુ વાસવાણી રોડના છેડે) મુકામેથી મિક્સ દૂધ (લૂઝ), શ્રીરાજ ડેરી ફાર્મ (સ્થળ -કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે)થી મીકસ દૂધ (લુઝ), વૃંદાવન ડેરી ફાર્મ (સ્થળ -ડાયમંડ પાર્ટી પ્લોટ, 80રિં રોડ, કોઠારીયા) મુકામેથી ભેંસ નું દૂધ (લુઝ) અને ગોપાલ ડેરી ફાર્મ (સ્થળ -રામનગર માર્કેટ પાસે, મવડી મેઇન રોડ) ખાતેથી મિક્સ દૂધ(લૂઝ)નો નમૂનો લેવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ