ડોળાસા ગામે બંને બાયપાસ ચોકડી પર એલ.ઈ.ડી. લાઈટ મુકવા લોકોની માંગ

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે બાયપાસ ચાલુ થયો તેને બે વર્ષ વિતી ગયા પણ હજુ સુધી બાયપાસ થી ગામ માં જતા રોડ પર એલ.ઈ.ડી.લાઈટ મુકવા માં આવી નથી. રાહદારીઓ અહીં વહેલી તકે આ સમસ્યા નુ સમાધાન કરવા માંગ કરી રહ્યા છે.
ડોળાસા બાયપાસ ના બંને છેડે થી ગામ માં જતા રોડ પર રાત્રી દરમ્યાન ઘોર અંધારું હોય છે. અને અહીં થી પસાર થતા રાહદારીઓ ખાસ કરીને વાડીએ થી આવતી મહિલાઓ જોખમ અનુભવે છે. આ ઉપરાંત ડોળાસા બાયપાસ ના બંને છેડા ની આસપાસ જંગલી જાનવરો પણ લટાર મારતા જોવા મળ્યાં છે. આમ રાની પશુઓ નો કોઈ રાહદારી ભોગ બને તે પહેલા ડોળાસા ગામ ના બાયપાસ બંને છેડે એલ.ઈ.ડી.લાઈટ મુકવા માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ