કારોબારી સમિતિના ચેરમેન તરીકે ડો. જયેન્દ્રસિંહ વાળાની વરણી
ઉપલેટા તાલુકા પંચાયતમાં વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ડો.જયેન્દ્રસિંહ વાળાની વરણી કરાઇ છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા રવિભાઈ માકડિયા વલ્લભભાઈ ઝાપડિયા ની સૂચના અનુસાર ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના નામ સાથેનો ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેડ વિધિવત સમિતિ માટે રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી દ્વારા ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઇ ધીંગાણી મહામંત્રી કૃપેશભાઈ ભીમ્ભા ની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયત ઓફિસે બજાવવામાં આવ્યો
હાઈ કમાન્ડ તથા જિલ્લા સંગઠનની સૂચના અનુસાર, સર્વ સંમતિથી અને તાલુકાના વિકાસના કાર્યોને વેગ આપવા માટે વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના નિયમ મુજબ કારોબારી સમિતિ ચેરમેન તરીકે ડો. જયેન્દ્રસિંહ વાળા
પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વડોદરિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તક પદે ચંદુભાઈ જાદવ ની નિમણૂક સંગઠનના આદેશ મુજબ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌને સાથે રાખીને વિકાસના મંત્ર સાથે કામો કરે છે નવનિયુક્ત ચેરમેનો ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં છેવાળાના માનવી સુધી વિકાસના કાર્ય પહોંચાડે તે માટે કટિબદ્ધ છે
