વાંકાનેર તાલુકા પોલીસના અરણીટીંબા અને માટેલ નજીક દારૂના બે દરોડા

19 બોટલ દારૂ સાથે બે ઝડપાયા, બેની શોધખોળ

વાંકાનેર તાલુકા પોલીસે અલગ-અલગ સ્થળોએ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેરના અરણીટીંબા અને માટેલ નજીક વિદેશી દારૂના બે દરોડામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય બે આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ-વીરપર રોડ પર અરમાનો સિરામિક નજીક આરોપી સતીષભાઈ રમેશભાઈ અબાસણીયા ઉવ.29 રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળાને વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની 14 બોટલ કિ.રૂ.9,604/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછમાં દારૂ જામસર ગામના મુકેશભાઈ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી સતીષભાઈની ધરપકડ કરી જ્યારે સપ્લાયર મુકેશભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે.
બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગંબ પાટિયા પાસે રોડ ઉપર વિભાભાઈ રૂપાભાઈ જખાણીયા ઉવ.30 રહે. સિંધાવદર ગામ તા. વાંકાનેર વાળાને હોન્ડા સાઇન મોટરસાયકલ રજી.નં. જીજે-36-એક્યુ-5481માં પાંચ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં દારૂ અરણીટીંબા ગામના ભરતસિંહ મેરૂભા દરબાર પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે કુલ રૂ.40,850/-નો મુદ્દામાલ જપ્ત કરી વિભાભાઈની ધરપકડ કરી છે, જ્યારે ભરતસિંહને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.

રિલેટેડ ન્યૂઝ