88.57 લાખ ચૂકવવા આરોપીને કોર્ટનો આદેશ
મળતી વિગતો અનુસાર ઉપલેટાના પ્રખ્યાત ડી. ડી . જ્વેલર્સ ના નામથી જવેલરી નો શો રૂમ ધરાવનાર દેવેનભાઈ રજનીભાઈ ધોળકિયાએ ઉપલેટા કોર્ટમાં એવા મતલબથી ફરિયાદ કરેલ કે આરોપી જેતલસર ના રહીશ કેવલભાઈ વિનોદભાઈ રૈયાણી એ તેઓને ત્યાંથી તા.6/6/2022 ના રોજ રૂ.4428550/-ના સોનાના દાગીના ની ખરીદી કરેલી અને તે રકમ ચૂકવવા માટે પોતે દેવેનભાઈ ને ચેક ઇસ્યુ કરેલો ઉપરોક્ત ચેક બેંકમાં પાસ કરવા માટે રજૂ કરવામાં આવતા આરોપીએ પોતાના ખાતામાં ચેક પાસ થવા પૂરતી બેલેન્સ રાખેલ નહીં હોવાથી તા.24/8/22 ના રોજ ચેક પાસ થયા વગર પરત ફરેલ અને તેથી તેઓના વકીલ દ્વારા ચેક રીટર્ન થવા અંગેની નોટિસ ઇસ્યુ કરેલી ઉપરોક્ત નોટિસ આરોપીને બજી ગયેલ પરંતુ નોટિસ મુજબ પૈસાની વસૂલાત નહીં થતા દેવેનભાઈ આરોપી કેવલભાઈ વિનોદભાઈ રૈયાણી સામે ઉપલેટા કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ કરેલો જે કેસમાં ફરિયાદી દેવેનભાઈ તરફે જેતપુરના સિનિયર એડવોકેટ આર. આર. ત્રિવેદી, ભાવેશ ત્રિવેદી, જે . જી. વાઘેલા તથા પારુલજી સિંઘવડ રોકાયેલા હતા તથા ઉપલેટાના સંજય રાવલ રોકાયેલા હતા.
ઉપરોક્ત કેસ ઉપલેટા કોર્ટમાં ચાલુ થયેલ ત્યારે ફરિયાદી દેવેનભાઈ તરફે તેઓની ખુદની જુબાની તેમજ બેંક અધિકારીઓને પણ તપાસમાં આવેલ તેટલું જ નહીં જીએસટી ઓફિસરો પણ તપાસમાં આવેલ અને ફરિયાદી તરફે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ જુદા જુદા ચુકાદાઓ તાકી આરોપીએ ફરિયાદીને ત્યાંથી મોટી રકમનું સોનુ ખરીદ કરી ચેક આપેલ તેવું પુરવાર થયેલ અને નોટિસ મળ્યા છતાં ચેકની રકમની ચુકવણા કરેલ નહીં તેવું પણ પુરવાર થયેલ વધુમાં ફરિયાદી તરફે એવી પણ દલીલ કરવામાં આવેલ કે સને 2022 માં સોનાનો ભાવ આશરે રૂ.56000/-હતો તેથી હાલના સમયમાં સોનાનો ભાવ જોતા આરોપીને મહતમ સજા કરી ચેકની રકમની ડબલ રકમ વળતર તરીકે આપવી જોઈએ
ઉપલેટા ના જુડી મેજી પી.પી. કાલા ે તા.21/7/26 ના રોજ આરોપી કેવલભાઈ વિનોદભાઈ રૈયાણી રહે. મામાદેવના મંદિર પાસે જેતલસર વાળાઓને 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને ચેક ની રકમ ની બમણી રકમનું વળતર એટલે કે રૂ.88,57,100/-ચૂકવી આપવા માટે આદેશ ફરમાવેલ અને વળતરની રકમ ના ચૂકવે તો વધુ ત્રણ માસની કેદ ભોગવવાનો હુકમ ફરમાવેલ આમ ઉપલેટામાં આટલી મોટી રકમનું વળતર આપવાનો પ્રથમ કેશ હોવાનું જણાય આવે છે અને આવી રીતે વેપારીઓ પાસેથી ઉધારમાં ખરીદી કરી ચેક આપી નાણા નહીં ચૂકવનારા માટે લાલબત્તી સમાન કિસ્સો હોવાનું જાણવા મળે છે.
