હળવદના રાણેકપર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 13 ઝડપાયા

તાલુકા પોલીસે 2.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા 13 શખ્સોને ઝડપી રૂ.2,68,600/-ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ઘોડી-પાસાનો જુગાર રમતા નયનભાઈ વૃજલાલ માકાસણા, સામંતભાઈ રામજીભાઈ ઝાપડા, પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા, વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી, હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ વેડલીયા, લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા, રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી, લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા, દલસુખભાઈ પમાભાઈ જાદવ, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર, પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા, દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયાતથા નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણ ને ઝડપી લેવાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2,68,600/-ની રોકડ રકમ સહિતનો મુદામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ