સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ સર્વિસીઝ દ્વારા સુરક્ષા ગાર્ડ અને સુપરવાઈઝરની ભરતી

ભારતીય સુરક્ષા એજન્સી, નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ સર્વિસીઝ ઈન્ડિયા લિમિટેડના સહયોગથી રાજકોટ જિલ્લામાં સુરક્ષા ગાર્ડ અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી આયોજિત આ કેમ્પમાં ઓછામાં ઓછું 10 ધોરણ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે, જ્યારે 12 પાસ અને સ્નાતક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
19 તારીખે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલ, 21 તારીખે ઉપલેટા ખાતે મ્યુનિસિપલ વિવિધલક્ષી વિદ્યાલય, 22 તારીખે જસદણની મોડેલ સ્કૂલ ખાતે, 23 તારીખે કોટડા સાંગાણી ખાતે શ્રી મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં, 24 તારીખે જામકંડોરણા હાઈસ્કૂલ ખાતે, 25 તારીખે ગોંડલની મોંઘીબાઈ હાઈસ્કૂલ ફોર ગર્લ્સમાં અને 26 તારીખે રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે ભરતી કેમ્પ યોજાશે.
પસંદગી પામેલા ઉમેદવારોને તેમની લાયકાત અને નિમણૂકના સ્થળ મુજબ વેતન આપવામાં આવશે, સાથે વાર્ષિક ઈન્ક્રીમેન્ટ, પીએફ, ઈએસઆઈસી, મેડિકલ સુવિધા, ગ્રેચ્યુઈટી, બોનસ અને પેન્શન જેવા લાભો મળશે. ભરતી દરમિયાન સુરક્ષા અધિકારી દ્વારા શારીરિક તપાસ (ઉંમર, વજન, ઊંચાઈ અને છાતીનું માપ) કરી માર્ગદર્શન અપાશે. પસંદ થયેલ ઉમેદવારોને એક મહિનાની તાલીમ આપ્યા બાદ મારુતિ સુઝુકી, અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, સુરત, મહેસાણા અને ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ નિમણૂક આપવામાં આવશે. વધુ માહિતી માટે જઈંજ ક્ષેત્રીય પ્રશિક્ષણ કેન્દ્ર, માણસાને મો. 7043634472 અથવા 6387874542 ઉપર સંપર્ક કરી શકાશે.

રિલેટેડ ન્યૂઝ