મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે એક દિવસમાં 35,000 મણ મગફળી વેચાણનો રેકોર્ડ

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ગઈકાલે મહુવા. યાર્ડમાં એક જ દિવસમાં 35,000 મણ મગફળીનું જંગી વેચાણ થતાં નવો રેકોર્ડ સર્જાયો છે.
યાર્ડમાં ખેડૂતોને મગફળીના ઉંચા ભાવ મળી રહ્યા છે, જેમાં 39 નંબરનો ભાવ રૂ. 1565, 20 નંબરનો રૂ. 1550, 66 નંબરનો સૌથી ઉંચો રૂ. 2090 અને ગીરનારનો ભાવ રૂ. 1491 બોલાયો હતો. સારા ભાવ મળવાના કારણે 150 કિ.મી. દૂરથી પણ ખેડૂતો મગફળી વેચવા મહુવા યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડના ચેરમેન ગભરુભાઈ કામળીયા દ્વારા ખેડૂતો માટે ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવી છે અને સમગ્ર સ્ટાફ ખેડૂતોની સેવામાં ખડેપગે રહે છે. આગામી દિવસોમાં યાર્ડમાં મગફળીની આવક હજુ વધવાની શક્યતા છે તેવું સેક્રેટરી વિશાલભાઈ પાછાણીએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ