દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા સમાજના આઠ સેવા રત્નોનું ગાર્ડી એવોર્ડથી સન્માન

સેવા નગરી રાજકોટમાં ભારત ભામાશા જાણીતા દાનવીર જૈન શ્રેષ્ઠી સ્વ. પૂજ્ય દીપચંદભાઈ ગારડીની પુણ્યસ્મૃતિમાં રાજકોટ નગરના શિક્ષણ, આરોગ્ય, સેવા, ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં કાર્યરત આઠ સેવા રત્નોની પોતાના ક્ષેત્રમાં તેઓ આપેલ અમૂલ્ય અને નોંધપાત્ર યોગદાનને બિરદાવવાના ભાગરૂૂપે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા ગારડી એવોર્ડથી સન્માનિત કરવાનો ગારડી એવોર્ડ સમારોહ રાજકોટ શહેરના યુવા મેયર ડો. નેહલભાઈ શુકલની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના વિજયભાઈ ધોળકિયા ઓડિટોરિયમમાં યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ક્ષત્રિય અગ્રણી ઘોઘુભા જાડેજા, આરજેપી હોટલના માલિક જે પી જાડેજા, બાલાજી વેફર વાળા ભીખાભાઈ વિરાણી, યુવા બિલ્ડર અતુલભાઈ શેઠ, કીડની હોસ્પિટલના ટ્રસ્ટી નાનુભાઈ મકવાણા,જાણીતા બિઝનેસમેન ભાવેશભાઈ પાબારી, જૈન અગ્રણી અનિશભાઈ વાઘર, જાણીતા ઉદ્યોગપતિ પ્રમોદભાઈ ભાણવડિયા, હીતેન્દ્રભાઈ પટેલ, પરસોતમભાઈ લુણાગરિયા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ. સતત 16 માં વર્ષે યોજાયેલ ગારડી એવોર્ડ સમારોહમાં શહેરના મોટા ગજાના સફળ ઉદ્યોગપતિ નાથાભાઈ કાલરીયા, રઘુવંશી અગ્રણી જાણીતા ઉદ્યોગપતિ એક્સપોર્ટર હરીશભાઈ લાખાણી, જૈન સોશિયલ ગ્રુપ ડાઉન ટાઉનના સ્થાપક જાણીતા આઇ સર્જન ડો. રાજુભાઈ કોઠારી, રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ જામનગર નિવાસી જાણીતા બિઝનેસમેન માટે નિરાધાર માવતર માટે વૃદ્ધાશ્રમની સ્થાપના કરનાર રાજનભાઈ જાની, વીરબાઈમાં મહિલા કોલેજના ટ્રસ્ટી જૂની પેઢી મહિલા અગ્રણી વીણાબેન પાંધી, ગૌસેવા ગૌપાલક એવા યુવા અગ્રણી વિજયભાઈ વાંક તેમજ દર્દીઓને હૂંફ, સમજ અને સ્નેહ આપવા કાર્યરત કેન્સર વોરિયર અશ્ર્વિનભાઈ સોલંકી સહિતના સેવાવ્રતીઓને સમારંભના મેયરશ્રી સહિતના માનવંતા અતિથિઓના હસ્તે કુમકુમ તિલક કરી, સુતરની આંટી તેમજ ખેસ પહેરાવી, શ્રીફળ સાકરનો પડો, પુસ્તક, શીલ્ડ, સન્માનપત્ર આપી શાલ ઓઢાડીને સ્ટેન્ડીંગ ઓવેશન આપી ભાતીગળ તેમજ પરંપરાગત સન્માન કરવામાં આવ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ