આરોપીને રૂ.10 હજારનો દંડ અને પીડિતાને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ
અમરેલી નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 16 વર્ષથી પણ ઓછી ઉંમરની તરૂણીને રાજસ્થાનનો વતની આરોપી સન્ની ઉર્ફે સનો બચુભાઈ કાળુભાઈ મછાર ગત તા. 23-7-24 ના રોજ ભોગબનનાર તરૂણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદ કામ કરવાના ઇરાદે અપહરણ કરી રાજસ્થાન તેમનાં પોતાના ઘરે લઈ જઇ ભોગબનનારની મરજી વિરુધ્ધ તા.30/07/2024 સુધી અવાર નવાર દુષ્કર્મ કરેલ હતું.
આ અંગેની કેસ અમરેલીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલ તથા આધાર પુરાવાને કોર્ટે માન્ય રાખી આરોપી સન્ની ઉર્ફે સનો બચુભાઈ કાળુભાઈ મછારને ભારતીય ન્યાય સંહિતાની કલમ-137 (2), 87 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5,000 નો દંડ તથા કલમ-64(2)(આઇ), 64(2)(એમ), 65 તથા પોક્સો એક્ટની કલમ-4, 6, 8, 10 તથા 18 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10000 નો દંડની સજાન-ો હુકમ કર્યો હતો.
આ બનાવમાં ભોગ બનનાર તરૂણીને રૂપિયા 4 લાખ વળતર આપવાં પણ આદેશ કર્યો હતો.
