બાબરાના વાંકીયા ગામની સીમમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

રૂા.52,500ના મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ

બાબરાના વાંકીયા ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા ગાંજાના છોડ રૂપિયા 52,500 ની કિંમતનો મુદ્દામાલ બાબરા પોલીસ ટીમ પકડી પાડ્યો છે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતાં ઇસમોને પકડી પાડી યુવા ધનને બરબાદ થતું રોકવા અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચનાં આપેલ હોય જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ ટીમે બાબરા તાલુકાના વાંકીયા ગામની સીમમાં ડાયાભાઇ ભીખાભાઈ વાળાના કબ્જા ભોગવટાવાળી જમીનમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ્વ બાતમીના આધારે દરોડો કરી તે જમીનમાં ઓરડી પાસે એક ક્યારામાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય, જે અંગે રેઈડ દરમિયાન લીલા ગાંજાના મૂળ માટી સાથેના છોડ નંગ-2 જેનો વજન 1.050 કિ.ગ્રા. કિંમત રૂપિયા 52,500 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી એન.ડી.પી.એસ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ