ભાવનગર નજીક અજાણ્યા વાહન હડફેટે પદયાત્રીનું મોત

બોરસદના ગામડેથી યુવાન ખોડીયાર મંદીરે જતો હતો
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર સનેસ ચોકડી પાસે આજે વહેલી સવારે ખોડિયાર મંદિર ખાતે ચાલતા જઈ રહેલા એક પદયાત્રીને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા પદયાત્રી નું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં પદયાત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વરતેજ સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર ફરજ પરના ડોક્ટરે તેમને તપાસીને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. મૃતકનું નામ દિનેશભાઈ ચંદુભાઈ પરમાર ઉ. વ. 35 છે. તેઓ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કણકાપુર ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સનેસ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ