ભાવનગર ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડના સ્ટાફે હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢી બીજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આલેખ કોમ્પલેક્ષ ના બેજમેન્ટમાં આગ લાગતા આગનો ધુમાડો ઉપર આવેલ સદવિચાર હોસ્પિટલમાં ફેલાયો હતો. આ બનાવથી ભારે અપડા તપડી મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને મળતા તુરત જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટતા સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગનો ધુમાડો સદવિચાર હોસ્પિટલમાં ફેલાતા ફાયર બ્રિગેડ ના સ્ટાફે દર્દીઓને સલામત રીતે બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
રિલેટેડ ન્યૂઝ
-
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે કાલથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા... -
ચૂંટણી પૂર્વે ભાવનગરમાં ગરમાવો : વડવા બેઠકના કોંગ્રેસ ઉમેદવારનું અપહરણ
બે શખ્સ સામે ફરિયાદ ભાવનગરમાં આગામી ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વડવા-અ સીટ પરથી... -
200 કિલો કીડીયારૂ, અનંત કરૂણા: વડીલોનું અનોખું સેવાકાર્ય
ભાવનગરમાં ઓમ સેવા ધામના વડીલોનું પ્રેરણાદાયક કીડીયારૂ અભિયાન ચૈત્ર માસના પવિત્ર અવસરે ભાવનગર ના સરદારનગર ખાતે...
