ભાવનગરના નાની વાવડીની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા; ત્રણ ફરાર

પોલીસે 1.01 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર શખ્સોની શોધખોળ આદરી

ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી રબારીની સૂચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પો.કોન્સ. રૂખડભાઈ બળાયકા અને પો.કોન્સ. ભગવાનભાઈ સાંબડને મળેલી ખાનગી બાતમીના આધારે નાનીવાવડી ગામની સીમમાં, ખારાનાં કેડે જાહેર ખુલ્લી જગ્યામાં રેડ કરવામાં આવી હતી.
બાતમીવાળી જગ્યાએ કેટલાક ઇસમો મોબાઇલની લાઇટના અંજવાળે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પર કોર્ડન કરતા કુલ 8 ઇસમો કુંડાળું વળીને જુગાર રમતા નજરે પડ્યા હતા, જેમાંથી 3 ઇસમો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા, જ્યારે અન્ય 5 ઇસમોને પોલીસે સ્થળ પરથી જ દબોચી લીધા હતા. પકડાયેલા પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. જુગાર રમતા હાથે ઝડપાયેલા આરોપીઓમાં મુકેશભાઈ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.34, ધંધો: હિરા ઘસવાનો, રહે. નાનીવાવડી, તા.ગારીયાધાર, જી.ભાવનગર), વિજયભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.વ.27, ધંધો: હિરા ઘસવાનો, રહે. નાનીવાવડી, તા.ગારીયાધાર, જી.ભાવનગર), રમેશભાઈ ઉર્ફે અર્જુન બહાદુરભાઈ પરમાર (ઉ.વ.20, ધંધો: મજૂરી, રહે. ધામેલ, તા.લાઠી, જી.અમરેલી), મુકેશભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.48, ધંધો: મજૂરી, રહે. નાનીવાવડી, તા.ગારીયાધાર, જી.ભાવનગર),અરવિંદભાઈ કાળુભાઈ વાઘેલા (ઉ.વ.33, ધંધો: હિરા ઘસવાનો, રહે. ધામેલ, તા.લાઠી, જી.અમરેલી) નો સમાવેશ થાય છે.
જ્યારે રેડ દરમિયાન નાસી છૂટેલા અન્ય ત્રણ આરોપી માંયુવરાજભાઈ જોરૂભાઈ બોરીચા (રહે. બવાડી, તા.લીલીયા, જી.અમરેલી), દલસુખભાઈ મોહનભાઈ વાઘેલા (રહે. નાનીવાવડી, તા.ગારીયાધાર, જી.ભાવનગર), વિક્રમભાઈ ફલજીભાઈ સાઢમીયા (રહે. ધરાઈ, તા. બાબરા, જી.અમરેલી)નો સમાવેશ થાય છે. પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂ.11100 તેમજ જુગારના સાધનો અને વાહનો સહિત કુલ રૂ. 1,01,100/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ