ધરારનગર-1 વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત, ઘરે ઘરે સર્વે
જામનગર શહેરમાં કોલેરાનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે અને વકરી રહ્યો છે, અને જી.જી. હોસ્પિટલ માં દાખલ થયેલા દર્દીઓ પૈકી વધુ પાંચ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર દોડધામ કરી રહ્યું છે.
શહેર ના બેડી – ધરાનગર-1 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય વિભાગ ની ટુકડીને દોડતી કરાવી દેવામાં આવી છે, ઘરો માં સર્વે કામગીરી ચલાવાઈ રહી છે, ઉપરાંત કલોરિન ટેબલેટ નું વિતરણ કરાયું છે. શંકાસ્પદ ગણાતાનળ જોડાણ કટ કરવામા આવી રહી છે, ઉપરાંત પાણી ની આખી પાઇપલાઇનને સાફ કરવાની તેમજ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
જામનગરમાં અચાનક કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે, તંત્રની સદંતર બેદરકારીના કારણે કોલેરાનો રોગચાળો વકર્યો છે. અને એક સાથે અનેક વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં જ આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી હતી. સૌ પ્રથમ ત્રણ દર્દીઓના કોલેરાના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હતા, ત્યાર બાદ વધુ 12 દર્દી ઓ અને આજે વધુ પાંચ દર્દી ઓ ના કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતાં હવે આરોગ્યતંત્ર ની ટુકડી ઊંધા માથે થઈ છે.
હજુ પણ 22 દર્દીઓ ના સેમ્પલ લેવાયા છે તેમના રિપોર્ટ આવવાના બાકી છે. આથી હજુ પોઝિટિવ દર્દીઓ ના આંકડો વધી શકે તેમ છે.
