જામનગરના ધુંવાવ નજીક નિંદ્રાધિન વૃદ્ધને વાહને કચડી નાખ્યા પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી

જામનગર રાજકોટ માર્ગે ઘૂંવાવ ગામ નજીક ગઈ રાત્રે ઊંઘી રહેલા વૃદ્ધ માથે અજાણ્યા વાહન ચાલક એ પોતાનું વાહન વૃદ્ધ માથે ફેરવી દેતા ગંભીર ઇજા પામનાર વૃદ્ધ નું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતક ના પુત્ર દ્વારા પોલીસ માં ફરિયાદ નોંધાવવા માં આવી છે.
જામનગર થી સાતેક કિલોમીટર દૂર આવેલા ધુવાવ ગામ માં રહેતા ઓસમાણભાઈ અલીભાઈ મોગલ (65) ગત રાત્રે ગામ ના માર્ગે એક દુકાન ના ઓટલા પાસે ઊંઘ માણી રહ્યા હતા. ત્યારે પૂરપાટ વેગે આવેલા કોઈ અજાણ્યા વાહન ના ચાલકે પોતાનું વાહન ઓસમાણભાઈ ઉપર ચઢાવી દીધું હતું. જેમાં ગંભીર થવાથી ઓસમાણભાઈ ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા હતા ત્યાં તેમનું મૃત્યુ નિપજયા નું જાહેર કરાયુ હતું.
આ બનાવ અંગે મૃતક ના પુત્ર મહમદ હુસેન ઓસમાણભાઈ મોગલ એ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. જેની તપાસ પોલીસ સબ ઇન્સ.એ આર પરમાર ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ