કારકીર્દીની ચિંતામાં પગલુ ભર્યાનું અનુમાન; ઘરે ફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે 17 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન સંકેલી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ દેરડી રહેતી મિતલ કનુભાઇ ચાવડા એ પોતાનાં ઘરે એકલી હતી.ત્યારે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
મિતલના પિતા ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મિતલ તેના બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવતીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મિત્તલે તાજેતરમાં જ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ કરી હતી. પરીક્ષા પૂરી થયા બાદ તે પોતાના ભવિષ્યને લઈને ભારે મથામણમાં હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ધોરણ-12 પછી આગળ કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો અને કારકિર્દી કેવી રીતે બનાવવી, તે બાબતની સતત ચિંતા તેને સતાવી રહી હતી. આ માનસિક તણાવ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર તેણે ઘરે કોઈ ન હતું ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું મનાઈ રહ્યું છે.ખેત મજૂરની તેજસ્વી દીકરીએ આ રીતે અકાળે વિદાય લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.
