હજુ 50000 ટન ગેસ સાથે પાઇન ગેસ આવે છે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે સુખદ સમાચાર આવ્યા છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (કઙૠ) ગેસ લઈને ’જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ જથ્થો દેશમાં ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગેસનો જથ્થો ઝડપથી પહોંચાડવા માટે ’મિડ-સી ટ્રાન્સફર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમુદ્રની વચ્ચે જ જહાજમાંથી ગેસને અન્ય સિસ્ટમ અથવા પોર્ટની સુવિધાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી સમય બચે છે અને સપ્લાય ચેઈન ઝડપથી કાર્યરત થાય છે.
નોંધનીય છે કે હોર્મુઝના રસ્તે અત્યારે અત્યંત મર્યાદિત દેશોને જ જહાજ લઈ જવાની મંજૂરી મળી રહી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઈરાન સાથેના સારા સંબંધોને કારણે અત્યાર સુધીમાં ભારતના 4 મહત્વના ઓઈલ અને ગેસ ટેન્કરો સુરક્ષિત રીતે ભારત પહોંચી શક્યા છે.
સૂત્રોએ કહ્યું કે છેલ્લા દિવસોમાં ભારતીય ધ્વજ સાથેના બે જહાજોએ હોર્મુન સ્ટ્રેટ પાર કરી હતી. જે પૈકીનું જગવસંત આજે કંડલા આવ્યુ હતુ. આ બન્ને જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 22 ભારતીય જહાજોમાં સામેલ હતા. આજે કંડલા આવેલા જગ વસંત અને પાઈન ગેસ નામક બીજા જહાજ પાઈન ગેસમાં કુલ 92612 ટન એલપીજી છે. જગ વસંત પર 33 ભારતીય નાવિક છે. જયારે પાઈન ગેસ પર 27 ભારતીય નાવિકો છે. ઈરાને ભારતને મિત્ર દેશ ગણાવીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દીધુ છે એટલે હવે અન્ય જહાજોના ભારત આવવાનુ સરળ થઈ ગયુ છે.
