ધ્રોલ નજીક કારે બાઈકને હડફેટે લેતા બે મિત્રના મોત

સણોસરા ગામે રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત : બંને મિત્રના મોતથી પરિવારમાં કલ્પાંત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટિયા નજીક જામનગર-રાજકોટ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિ ના એક પછી એક સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં ધ્રોલ પોલીસે અર્ટીગા કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
ધ્રોલ તાલુકા ના લૈયારા ગામ ના નટુભા સીદુભા જાડેજા (ઉ.વ. 64) પોતાના મિત્ર તળશીભાઈ કુરજીભાઈ શીંગાળા (ઉ.વ. 67) ને પાછળ બેસાડી મોટરસાઇકલ લઈને સણોસરા ગામ તરફ જઈ રહ્યા હતા. સણોસરા પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે પાછળથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી અર્ટીગા કાર નં. જીજે-03-એમએચ-2050ના ચાલકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં નટુભા જાડેજા ને માથા તથા બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા તળશીભાઈ શીંગાળા ને માથા અને જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી. બંનેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સૌ પ્રથમ તળશીભાઈ કુરજીભાઈ શીંગાળાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે સારવાર દરમિયાન નટુભા જાડેજા નું પણ મૃત્યુ નિપજ્યું હતું આ બનાવ અંગે દેવેન્દ્રસિંહ નટુભા જાડેજા ની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે અર્ટીગા કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીપી વઘોરા સમગ્ર બનાવ ની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ