જૂનાગઢમાં બગદાણા કોળી સમાજના યુવાન પરના હુમલાથી કોળી અને ઠાકોર સમાજમાં રોષ

જૂનાગઢ કોળી અને ઠાકોર સમાજે કલેકટરને આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી
(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા:8 : બગદાણામાં કોળી સમાજના યુવાન પરના હુમલાથી જૂનાગઢના કોળી અને ઠાકોર સમાજમાં રોષ પ્રસર્યો છે અને કલેકટરને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જૂનાગઢના કોળી અને ઠાકોર સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી તાજેતરમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવક નવનિતભાઈ બાલધીયાને આયોજનપુર્વક ગાળો બોલી, ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. બાદમાં પોલીસમાં આરોપીઓના નામ સહિત ફરિયાદ કરવા છતા આ સમગ્ર ઘટના સાથે સંકળાયેલા મુખ્ય આરોપીનુ નામ પોલીસ ફરિયાદમાં લખાયુ નથી. અને મુખ્ય આરોપી મોટી વગ ધરાવતો હોવાથી પોલીસ તેના નામનો ઉલ્લેખ કરતી નથી. તેવુ લાગી રહ્યુ છે. ત્યારે કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલામાં તંત્ર નિષ્પક્ષ કાર્યવાહી કરે અને આ ઘટના સાથે જોડાયેલા તમામ આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ