વિશાલવીન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જૂનાગઢની સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના બે કર્મચારી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને વર્ષ 2025- 26 માટે દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ખૂબ જ પ્રતિષ્ઠિત “ધ એન્જલ ગાર્ડીયન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે.
વિશાલવીન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાતનાં દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતાં અલગ અલગ કેટેગરીના લોકોને દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામા આવે છે. ત્યારે જૂનાગઢની અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહી છે. ત્યારે આ સંસ્થાના બે કર્મચારી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઈ આ વર્ષે વિશાલવીન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પરિતિષ્ઠિત ગણાતા એવોર્ડ આપી, સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંસ્થાની અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના બે કર્મચારીને મળેલ એવોર્ડ બદલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર અને કર્મચારીઑમાં હર્ષની લાગણી સાથે નવી ઉર્જાનો સંચાર થયો છે. પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તેમજ સંસ્થાના સર્વ હિતેચ્છુઓ દ્વાર સંસ્થાને અભિનંદન પાઠવવા આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે પણ સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને શ્રેષ્ઠ કામગીરી બદલ વિશાલવીન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પરિતિષ્ઠિત ગણાતો એવોર્ડ આપી, સન્માનિત કરવામાં આવ્યા હતા.
