સંત શિરોમણી ભકત રામબાપુની જગ્યામાં મહોત્સવનું આયોજન
શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આસ્થાના પ્રતીક સમાન સંત શિરોમણી ભક્ત શ્રી રામબાપુની જગ્યા, મેવાસા ખાતે આગામી તા. 27/03/2026, શુક્રવારના રોજ ’રામનવમી મહોત્સવ-2026’ની અત્યંત ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ ઉત્સવ સમિતિ દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સંવત 1414માં સોમનાથ દાદાના મંદિરના રક્ષણ કાજે બલિદાન આપનાર વીર યોદ્ધાઓ એમાના ચુડાસમા વંશના લાધોજી (ગામ લાલકુ તેના વંશના લાલકીયા ચુડાસમા) તેના વંશમાં અખેરાજસિંહજી થયા આ અખેરાજસિંહજીએ ભગવાન સોમનાથની સખાત કરી અને ખાંટ રાજપુત થયા.સોમનાથ દાદાની સખાતથી બારમી પેઢીએ ચુડાસમા લાલકીયા શાખમાં ભક્ત શ્રી રામબાપુ (ભકતશ્રી રામબાપા) થયા છે. મુળ ગામ માખાકરોડ બાદ વીરપુર પાસેના મેવાસા ગામે ભગવાન શ્રી રામની ભક્તિ કરીને તપોભૂમિ તરીકે સ્થાપિત કરી ગાયોના ચરણ અને દુષ્કાળ સમયે ગાય માતાની તરસ છિપાવવા તેમણે પોતાના હાથે જે વીરડો ગાળ્યો હતો, તે આજે પણ ‘રામબાપાના વીરડા’ તરીકે સુપ્રસિદ્ધ છે. ધ્વજારોહણ અને પંચકુંડી યજ્ઞ: સમાજના કુળરાજગોર વિદ્વાન શાસ્ત્રી લલીતભાઈ ઠાકર (રાજકોટ) દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પંચકુંડી યજ્ઞ સંપન્ન થશે,ત્યાર બાદ સમસ્ત ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે,સાંજના સમયે સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે,રાત્રિના સમયે ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવવા માટે ગુજરાતના નામી-અનામી કલાકારો ઉપસ્થિત રહેશે, જેમાં મનસુખભાઇ વસોયા (હાસ્ય સમ્રાટ – મોટી ખીલોરી),નિતીનભાઈ મુળીયા (લોક સાહિત્યકાર – તરવડા), પુનમબેન રાઠોડ (ભજનિક – જુનાગઢ),હિનાબેન હિરાણી (લોક ગીત), મહેશભાઈ વાગડીયા (લોકસાહિત્યકાર – ખીરસરા), અભિષેકભાઈ ભાખોત્રા (લોક સાહિત્યકાર – ખીરસરા ભા.) પોતાની કલા પીરસશે.આ રામનવમી મહોત્સવમવા મુખ્ય અતિથિ વિશેષ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા(શ્રમ-રોજગાર અને રમત-ગમત મંત્રી), મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે તેમની સાથે જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક તથા ગોંડલના ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જે. જાડેજા સહિતના અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહી શોભા વધારશે,મહોત્સવના સુચારુ સંચાલન માટે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના 200 થી વધુ સ્વયંસેવકો કાર્યરત રહેશે.પાર્કિંગથી લઈ મંદિર પરિસર અને મહાપ્રસાદ સુધીની તમામ વ્યવસ્થાઓ ખડેપગે જાળવવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ,વડીલો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રામનવમી ઉત્સવ સમિતી દ્વારા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સૌ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છ ે.
