ધંધુસર ગામના પાદરમાંથી રૂ. 2.60 લાખના મુદામાલ સાથે દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

પોલીસે ઉપલેટાના શખ્સને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા

જૂનાગઢ જિલ્લામાં દારૂના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી અને પેટ્રોલિંગ ચલાવાઈ રહ્યું છે. તે દરમિયાન વંથલી પોલીસે ધંધુસર ગામના પાદરમાં જાહેર રોડ પર દરોડો પાડી, ફોરવ્હીલ ગાડીમાં હેરાફેરી કરવામાં આવતો દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વંથલી પોલીસને એક કારમાં દારૂની હેરાફેરી થવાની મળેલી બાતમીના આધારે ધંધુસર ગામના પાદરમાં પોલીસ વોચ ગોઠવી ઊભી હતી. ત્યારે એક સફેદ કલરની ફોર્ડ કંપની કાર નંબર જીજે 04 એજે 0907 શંકાસ્પદ રીતે પસાર થઈ રહી ત્યારે તેને અટકાવી તલાસી લેતા તેમાંથી દારૂ 525 લિટર કિંમત રૂ. 1,05,000 મળી આવતા પોલીસે સ્થળ પરથી મુંજાભાઈ વેજાભાઈ કરમટા (રહે. હાલ પંચેશ્વર, જૂનાગઢ, મૂળ રહે. કુતિયાણા) ને પકડી પાડ્યા હતા. રેઈડ દરમિયાન મળી આવેલ દેશી દારૂનો જથ્થો, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 2,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, આ દેશી દારૂનો જથ્થો ઉપલેટાના રહેવાસી બાપુ નામના શખ્સે મંગાવ્યો હતો. જેથી વંથલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી દારૂ મંગાવનાર ઉપલેટાના શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ