ઇલેવનની વીજલાઇનને લોખંડનો ઘોડો અડી જતા સર્જાયેલી કરૂણાંતિકા
જેતપુરમાં ધોરાજી રોડ ઉપર તત્કાલ હનુમાન મંદિર સામે સોજીત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની પૂર્ણાહુતિ બાદ આજે સવારે સપ્તાહ માટે બાંધવામાં આવેલ મોટા ડોમ જેવા મંડપને ઉતારવાની કામગીરી કોન્ટ્રાક્ટરોના કામદારો દ્વારા કરવામાં આવી રહી હતી તે દરમિયાન મોટો ઊંચો પૈડાવાળો લોખંડનો ઘોડો ત્રણ કામદારો દ્વારા ખસેડવામાં આવતો હતો ત્યારે આ લોખંડનો ઊંચો ઘોડો ઉપરથી પસાર થતી ઇલેવન કેવીની વીજ લાઈનને અડી જતા શોર્ટ સર્કિટ થતા આ ત્રણ કામદારોને વીજ કરંટ લાગ્યો હતો જેમાંથી શનિ નામના એક કામદારનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું છે જ્યારે અન્ય બે કામદારોને ગંભીર ઈજા થતાં જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે .
મળતી માહિતી પ્રમાણે પ્રયાગરાજ બાજુના આ કામદારો હોવાનું જાણવા મળે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તેમને કામ ઉપર રાખવામાં આવ્યા હતા. જીઈબીના અધિકારી જણાવે છે કે જો અમને જાણ કરી હોત તો અમે આ ઇલેવન કેવી ફીડર બંધ કરી આપત. પણ અમને આ બાબતની કોઈ જાણ ન હતી. અને આ એક અકસ્માત છે લોખંડનો ઘોડો ઇલેવન કેવી ના વાયરને અડી જતા બનાવ બનેલ છે
