જૂનાગઢમાં લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ કરાયું

અનેક ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ગુજરાતનું ગૌરવ અને પ્રખ્યાત લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મજયંતી નિમિતે મુંબઈના હીરા માણેક ગ્રુપના પ્રતિનિધિ હાર્દિકભાઈ હુંડિયા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવેલ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું પદ્મશ્રી હાજીભાઇ કાસમભાઈ મીર (હાજી રમકડું), ડે.મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર,નાયબ કમિશનર ડી.જે. જાડેજા તથા જયેશભાઈ પી.વાજા, દંડક કલ્પેશ અજવાણી તેમજ મનપાના કોર્પોરેટરના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. તેમજ પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
આ પ્રસંગે પદ્મશ્રી દિવાળીબેન ભીલના પરિવારજન વિજયભાઈ ભીલ, સુનીતાબેન ભીલ, ગોપાલભાઈ ભીલ, કિશોરભાઈ ભીલ તેમજ બલરામભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત,જાણીતા ભજનીક દીપકભાઈ જોષી અને ગુજરાતના અમર લોકગાયક સ્વ. પ્રાણલાલ વ્યાસના પરિવારજનો તેમજ શહેરના શ્રેષ્ઠીઓ, કલાપ્રેમીઓ પણ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. અને લોકસંગીત ક્ષેત્રે પદ્મશ્રી દિવાળીબેન ભીલના અમૂલ્ય પ્રદાનને યાદ કરવામાં આવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ