4 મહિલા સહિત 8ની ધરપકડ : 54 હજારની મતા જપ્ત
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાંથી નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી જુનાગઢની પોલીસ ટીમે મહિલા સંચાલિત જુગારના અખાડાનો પર્દાફાશ કરી, 4 મહિલા સહિત કુલ 8 ઈસમોને રોકડા રૂપિયા સહિત કુલ રૂ. 54,200 ના મુદામાલ સાથે પકડી પાડી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા મકાન માલીક રેખાબેન સંજયભાઇ રાવતભાઇ ચાવડા (ઉ.વ.45) એ બહારથી આરોપીઓને બોલાવી ગંજીપતાના પાના દ્વારા તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીત જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી જુનાગઢની પોલીસ ટીમે દરોડો પાડતા, મકાન માલીક રેખાબેન સંજયભાઇ રાવતભાઇ ચાવડા તથા નંદનીબેન વા/ઓ હીતેશભાઇ વાસવાણી ધર્મીષ્ઠાબેન ઉર્ફે ધનીબેન વા/ઓ દેવાભાઇ હેરભા કંચનબેન વા/ઓ નારણભાઇ અરજણભાઇ કરગઠીયા કમલેશભાઇ કરશનભાઇ સોલંકી પ્રશાંતભાઇ દીનેશભાઇ મુરબીયા દેવેંદ્ર કરશનભાઇ વાઢેર તથા જયદીપ કરશનભાઇ સોલંકી જુગાર રમતા મળી આવતા, પોલીસે 4 મહિલા સહિત કુલ 8 ઈસમોને પટ માંથી મળી આવેલા રોકડા રૂ. 40,200 તથા 5 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 54,200 ના મુદામાલ સાથે પકડી પાડી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
