ધારીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી અમરેલી પોલીસ

રોકડ, દાગીના મળી રૂા. 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે રહેતા નિતિન કાંતિભાઇ સોલંકી, ધારી તાલુકાના માલસીકા ગામે રહેતા અજય હિંમતભાઇ વાઘેલા તથા જયરાજ રમેશભાઇ વાઘેલા નામના ત્રણ શકમદ ઇસમોને રોકડ, સોનાના દાગીના તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ ત્રણેય ઇસમોની સઘન પુછપરછ કરતા આરોપીઓએ ગત તા.16 ના રોજ રાત્રીના આશરે સવા બારેક વાગ્યે મોટર સાયકલ લઇને માલસીકા ગામથી ધારી, લાઇનપરા ખાતે જવા નિકળેલ અને આરોપી અજયના ઘરેથી તાળા તોડવા માટે લોખંડની કોશ લીધેલ અને ચારેય માલસીકાથી ધારી, લાઇનપરા ખાતે આવેલ અને એક મકાનની દિવાલ કુંદીને અંદર જઇ, મકાનના દરજાજાનો આંગળીયો કોશથી તોડી તેને કાઢી, રૂમમાં એક કબાટ રાખેલ હોય તેમાંથી સોનાનો ચેઇન તથા સોનાની બુટી એક જોડી તથા રોકડ રૂપિયા 21,000 ની ચોરી કરી લઇ ગયેલાની હકિકત જણાવેલ હતી.
આમ ધારી ટાઉનમાં એક મકાનમાંથી રોકડ રકમ રૂપિયા 16,000, એક સોનાનો ચેઇન વજન 24.74 ગ્રામ કિંમત રૂપિયા 66,910, સોનાની બુટી જોડી 1 વજન 5.50 ગ્રામ કિંમત રૂપિયા 7,000, મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000 તથા એક મોટર સાયકલ નં.ૠઉં-05-ઉઊં-5262 કિંમત રૂપિયા 15,000મળી કુલ રૂપિયા 1,14,910 ના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓને ઝડપી પાડેલ હતા.

રિલેટેડ ન્યૂઝ