વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મોરબી જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી. ટીમ આરોપીઓની શોધખોળમાં હતી.તે દરમિયાન હેડ ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2015ના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન (ઉ.વ. 30), મૂળ રહેવાસી ગામ નાગલા ઇશ્વરીસિંહ, તાલુકો કામા, જિલ્લા ભરતપુર (રાજસ્થાન) હાલ ડ્રાઇવિંગનું કામ કરતો હોવાથી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થવાનો છે.ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ નાગપુર પહોંચી હતી અને રામટેક આરટીઓ ચેકપોસ્ટ નજીકથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વાંકાનેર સીટી પોલીસને સોંપ્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુરમાં જુગારના દરોડા : 15 શકુની ઝડપાયા
પોલીસે રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા... -
બોટાદમાં અભયમ ટીમે ભુલા પડેલા 85 વર્ષીય વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ભાવુક થયેલા પરિવારજનોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો બોટાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન અને ઘજઈ સેન્ટરની... -
ચાંદીપુરા વાયરસ સામે મનપા એલર્ટ મોડમાં : ભયજનક વિસ્તારોમાં ચેકિંગ
ભગવતીપરા, કણકોટ રોડ પર કાચા-પાકા મકાનોમાં દવા છંટકાવ કરાયો : બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઈ...
