જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો
જુનાગઢ ક્રાઈમ એ જૂનાગઢના જૂના બાયપાસ રોડ પર આવેલ એક કારખાના માંથી થયેલ રૂ. 1,33 લાખના કપૂરની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી, કારખાનામાં જ કામ કરતા આરોપી શખ્સને દબોચી લઈ, તમામ મુદામાલ રિકવર કર્યા હતો. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નયનભાઈ સુરેશભાઈ વસાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના જૂનાગઢના જૂના બાયપાસ રોડ પર આવેલ કારખાના માંથી ગત તા. 01/09/2026 થી 12/09/2026 દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ રૂ. 1,26,080ની કિંમતનું 128 કિલો ભીમસેની કપૂરની ચોરી કરી લઈ ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી બાદમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. બી.જી. ચેતરીયાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, આ ચોરીમાં કારખાનામાં જ કામ કરતો આકાશ રમેશભાઈ ક્યાડા (રહે. આંબલીયા) સંડોવાયેલો છે, અને તે ચોરી કરેલા કપૂરના જથ્થા સાથે સરગવાડા નવા બાયપાસ પર ઉભો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તુરંત દોડી જઈ, તપાસ કરતા આરોપી આકાશને પીળા રંગના પ્લાસ્ટિકના બાચકા સાથે ઝડપી પાડ્યો હતો. અને કડક પૂછપરછ કરતા આરોપી આકાશે ભાંગી પડી, કબૂલાત કરી હતી કે તેણે પોતાના શેઠના કારખાનામાંથી તેમણે કપૂરની ચોરી કરી હતી. અને ચોરી કરેલ કપૂર માંથી અમુક માલ તેણે જૂનાગઢ બસ સ્ટેન્ડ સામે આવેલી ગિરીરાજ અગરબત્તીના દુકાનદાર દિલીપભાઈ સેઠિયાને વહેંચેલ છે. જેથી પોલીસ ટીમે ત્યાંથી પણ મુદ્દામાલ કબ્જે કરી કુલ 136 કિલો કપૂરનો જથ્થો જેની કિંમત રૂ. 1,33,960 કબ્જે કરી, આરોપીની ધોરણસર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
