રોકડ રકમ, જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.52,150નો મુદ્દામાલ કબજે
તાલાલા તાલુકાનાં રાતિધાર ગીર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતાં દશ પતાપ્રેમીઓને પકડી પાડયા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકુમારસિંહ સોલંકી,પો.કોન્સ.મહેશભાઈ સોસા એ જુગાર દરોડા દરમ્યાન અજય કાના મુંડી ઉર્ફે.લાલો ઉ.વ.30,દેવા ભાણા દયાતર ઉ.વ.45,જેસીંગ ભાણા મુંડી ઉર્ફે.જેઠા ઉ.વ.47,રાજુ બચુ સોલંકી ઉ.વ.38,નારણ ઉકા વાજા ઉ.વ.55,જીલુ મકન સોલંકી ઉ.વ.53,ભરત ભાણા મુંડી ઉ.વ.53,પીઠા દાના વાજા ઉર્ફે.કનુ ઉ.વ.55 રે.બધા રાતિધાર ગીર,નિલેશ મોહન વાઢેર ઉ.વ.35 રે.અનિડા વાળાને ઝડપી લીધા હતાં.પોલીસે દરોડામાંથી રોકડ રૂ.52 હજાર 150 તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.એ.બી.ગોહીલે ઝડપાયેલ તમાંમ આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.આ બનાવ તાલાલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
