ગણેશ ચતુર્થી પર મહેંદૃી લેવા માટે કુંવારા લોકોની પડાપડી થઈ

૩ કલાકમાં ૩૫૦૦ કિલો મહેંદૃી ખતમ થઈ ગઈ

પરંપરા અનુસાર, પહેલા આ મહેંદૃીને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવી અને ત્યાર બાદૃ પ્રસાદૃ તરીકે વિતરિત કરાઈ

ગણેશ ચતુર્થીના એક દિૃવસ પહેલા જયપુરના પ્રસિદ્ધ મોતી ડૂંગરી ગણેશ મંદિૃરમાં િંસજારા મહોત્સવ દૃરમ્યાન શ્રદ્ધાનું એવું ઘોડાપૂર ઉમટ્યું કે મંદિૃર પ્રશાસન અને પોલીસ માટે ભીડ સંભાળવી મુશ્કેલ થઈ ગઈ.
ભગવાન ગણેશને અર્પિત થતી િંસજારાની મહેંદૃી લેવા માટે રાજસ્થાન જ નહીં પણ દૃેશના કેટલાય રાજ્યોમાં લોકો જયપુર આવે છે. જોતજોતામાં મંદિૃરની બહાર લાંબી લાઈનો લાગી ગઈ અને કેટલીય જગ્યા પર ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ થઈ ગઈ.
િંસજારા ઉત્સવ માટે સોજતથી લગભગ ૩૫૦૦ કિલો મહેંદૃી મંગાવી હતી. પરંપરા અનુસાર, પહેલા આ મહેંદૃીને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવી અને ત્યાર બાદૃ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદૃ તરીકે વિતરિત કરવામાં આવે છે. મહેંદૃી વહેંચાનો સમય સાંજના ૭.૩૦ કલાકે નક્કી કર્યો હતો, પણ શ્રદ્ધાળુઓની વધતી ભીડને જોતા મંદિૃર પ્રશાસને સમય પહેલા વિતરણ શરુ કરી દૃીધું. લગભગ ત્રણ કલાકની અંદૃર બધી મહેંદૃી ખતમ થઈ ગઈ. સાંજના ૭ વાગ્યાની આસપાસ મંદિૃર પ્રશાસને મહેંદૃી ખતમ થવાની ઘોષણા કરી શ્રદ્ધાળુઓને પરત ફરવાની અપીલ કરી.
આ વખતે િંસજારાની મહેંદૃીને લઈ સોશિયલ મીડિયા પર કેટલીય રિલ્સ વાયરલ થઈ હતી. તેમાં દૃાવો કરવામાં આવતો હતો કે મોતી ડૂંગરી ગણેશ મંદિૃરમાં ભગવાનને અર્પિત થતી મહેંદૃી લગાવવાથી કુંવારા યુવક-યુવતીઓના લગ્નના યોગ બને છે. આ માન્યતાએ લોકોની ઉત્સુકતા વધારી દૃીધી. દિૃલ્હી, ચંડીગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદૃેશ, ઉત્તર પ્રદૃેશ, હરિયાણા, છત્તીસગઢ અને પશ્ર્ચિમ બંગાળ સહિત કેટલાય રાજ્યોમાંથી યુવાનો જયપુર પહોંચવા લાગ્યા હતા. કોઈ પોતાના માટે મહેંદૃી લઈ ગયા તો કોઈ પોતાના દૃીકરા-દૃીકરી માટે, ભાઈ-બહેન માટે લેવા આવ્યા હતા.


રિલેટેડ ન્યૂઝ