ઓમાનમાં ૧૩ ભારતીયોના રેસ્ક્યુ નાવિકો પર હુમલો સાંખી નહીં લેવાય: વિદૃેશ મંત્રાલય

ઓમાનના દૃરિયાકાંઠે MT El Gaia જહાજ પર હુમલો થતા ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી ૧૩ સુરક્ષિત જ્યારે ૧ લાપતા

પશ્ર્ચિમ એશિયાના અત્યંત સંવેદૃનશીલ દૃરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓએ વૈશ્ર્વિક સ્તરે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તાજેતરમાં ઓમાનના દૃરિયાકાંઠે એક વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદૃ ભારત સરકારના વિદૃેશ મંત્રાલયે વિરોધ નોંધાવ્યો છે અને દૃરિયાઈ ક્ષેત્રમાં વધતા તણાવ સામે િંચતા વ્યક્ત કરી છે. આ જહાજ પર ઉપસ્થિત મોટાભાગના ક્રૂ મેમ્બર્સ ભારતીય નાગરિકો હતા, જેના કારણે સમગ્ર મામલો ભારત માટે પણ સંવેદૃનશીલ બની ગયો છે. ઓમાન તટ નજીક કમર્શિયલ જહાજ સ્ ઈઙ્મ ય્ટ્ઠૈટ્ઠ પર હુમલો થયો હતો. આ જહાજ પર કુલ ૧૪ ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદૃ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૩ ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૧ ભારતીય નાવિક હજુ પણ લાપતા છે. અમે ઓમાન તટ નજીક કોમર્શિયલ જહાજ સ્ ઈઙ્મ ય્ટ્ઠૈટ્ઠ પર થયેલા હુમલાની સખત િંનદૃા કરીએ છીએ. જહાજ પર સવાર ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી અત્યાર સુધીમાં ૧૩ ભારતીયોને બચાવી લેવાયા છે. લાપતા ભારતીય નાગરિક માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન આગળ વધારવામાં આવી રહૃાું છે. ઓમાનમાં સ્થિત અમારું દૃૂતાવાસ સ્થિતિ પર સતત નજર રાખી રહૃાું છે અને ઓમાન પ્રશાસન સાથે સંકલન સાધી રહૃાું છે. ભારતીય વિદૃેશ મંત્રાલયે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે ઓમાન દ્વારા આપવામાં આવેલા સહયોગ બદૃલ તેમનો આભાર પણ માન્યો હતો.
ભારતે સમગ્ર પ્રદૃેશમાં િંહસા ઘટાડવા અને સમસ્યાનું નિરાકરણ કૂટનીતિ દ્વારા લાવવા પર ભાર મૂક્યો છે. વિદૃેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું કે દૃરિયાઈ વેપાર, નાવિકો અને સામાન્ય નાગરિક માળખાને નિશાન બનાવવું કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં.

રિલેટેડ ન્યૂઝ