શેરડી, જીંજરા અને મોંમાંપાણી લાવતી ચિકીની આજે લોકો માણશે લીજ્જત

મકરસંક્રાંતિ આવી પહોંચી છે. શિયાળુ પાક શેરડી, જીંજરા-ચણા માર્કેટમાં ખડકાયા છે. બજારમાં વિવિધ પ્રકારની ચીકી પણ ઢગલો એક જોવા મળી રહી છે. ત્યારે શું આરોગવું તેનો વિચાર થઈ પડે છે. આવતીકાલે પતંગોત્સવનું પર્વ છે. ત્યારે લોકો આ શેરડી, જીંજરા અને અનેક પ્રકારની મોંમાં પાણી લાવી દેવી દેતી ચીકીની જ્યાફત ઉડાવશે. નાના વેપારીઓ પણ આ શેરડી, જીંજરાના વેચાણ માટેની તૈયારી કરી લીધી છે. લોકો આખો દિવસ ધાબા ઉપર શેરડી, જીંજરા, બોર, તલમમરાના લાડુ, ચીકી અને ઉંધીયાની જ્યાફત ઉડાવશે. ઉંધીયા બજારમાં પણ આ વખતે મોટા ભાવ વધારો આવ્યો છે. જોકે વાનગીરસિકોને આ ભાવ વધારાને ગણકારશે નહીં બસ મોજ કરી લેશે.

રિલેટેડ ન્યૂઝ