આગામી બજેટમાં જોગવાઇ કરવા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરાઇ
ગુજરાતના આવનારા બજેટમાં આંગણવાડી કર્મચારીઓ માટે વેતન વધારો તથા નવા મોબાઈલ અને ઓનલાઈન કામનું ભારણ ઓછું કરવા સહિતનાં પ્રશ્ર્નો હલ કરવા માટે સરકાર યુનિયન અગ્રણીઓ સાથે બેઠક યોજવા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠ્ઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી આજે રાજકોટમાં રેલી યોજી હતી.રજૂઆતમાં સંગઠ્ઠને જણાવેલ હતું કે આંગણવાડી બેહનો છેલ્લા અનેક વર્ષોથી બાળ પોષણ, આરોગ્ય સેવાઓ, રસીકરણ, પોષણ ટ્રેકિંગ, સર્વેક્ષણ, સરકારની વિવિધ યોજનાઓનો અમલ,જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્ય તદ્દન ઓછા વેતનમાં અને ભારે કામના બોજ સાથે કરી રહ્યા છે,છતાં વેતન આજના મોંઘવારી ના પ્રમાણમાં અત્યંત અપૂરતું છે.તાજેતરમાં સરકાર દ્વારા ઓનલાઈન કામગીરીમાં સતત વધારો કરવામાં આવ્યો છે, પોષણટ્રેકર એપ્લિકેશન, રિપોર્ટિંગ, ડેટા એન્ટ્રી, ફોટો અપલોડ, ઋછજ સિસ્ટમ, જ્ઞિાં સિસ્ટમ, રોજિંદી ઓનલાઈન વધતી જતી કામગીરીને કારણે પોતાના અંગત મોબાઈલ પણ હવે ચાલતા નથી,એપ આધારિત કામગીરી ને કારણે યોજનાની મુખ્ય છ સેવાઓ પર અને બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે, જેથી ઓનલાઈન કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આવનાર રાજ્ય બજેટમાં આંગણવાડી વર્કર, હેલ્પરને વેતનમાં હાઇકોર્ટના હુકમ મુજબ વેતનવધારો આપવામાં આવે.
આંગણવાડી કર્મચારીઓને નિયમિત કર્મચારીનો દરજ્જો, પેંશન, સામાજિક સુરક્ષાના લાભો આપવામાં આવે.તાત્કાલિક સારી કંપનીના નવા મોબાઇલની વ્યવસ્થા કરવામાં આવે.અને મોબાઈલ ઇનસેટિવ રેગ્યુલર આપવામાં આવે.એપ આધારિત કામગીરી સરળ અને ભારણ મુક્ત કરવી જોઈએ, જેથી રોજિંદી કામગીરીમાં અવરોધ ન થાય, તેમજ બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન રહે. તેમજ ડિજિટલ આંકડા મેળવ્યા બાદ પણ ફરી નવા રજીસ્ટરો અને ખૂબ જ ગૂંચવણ વાળા રજીસ્ટરો ના કારણે આંગણવાડી વર્કર નો સમય વેડફાય છે તેથી રજીસ્ટર બનાવવાનોનવી એપ્લિકેશનઅઝટદ્વારા બાળકોની હાજરી ફોટા પ્રમાણે સંખ્યા આવતી નથી, તેમજ સરકારે કરેલ જાહેરાત મુજબ એપ્લિકેશન ની હાજરી પ્રમાણે અનાજ ફાળવણી કરવામાં આવશે તો કુપોષણ ઉપર તેની અત્યંત ગંભીર અસર પડશે તે નિશ્ચિત છે.બાળકોના આહાર દરમાં છેલ્લા 2019 પછી કોઈ જ વધારો કરવામાં આવેલ નથી તે આજના બજારભાવ જોતા ઘણી ગંભીર બાબત છે, તો આહાર ની માત્રા અને ખરીદીના બજારભાવ પ્રમાણે વધારો કરવામાં આવે.
દેશના બધા રાજ્યોમાં નિવૃત્તિ વય મર્યાદા 60 થી ઉપર છે લાંબા સમયની આ માગણી છે
એક વખત જિલ્લા તાલુકા ફેરબદલી ની તક આપવામાં આવે, અગાઉ આ અંગે પરિપત્રો થયા હતા જે પાછળથી રદ કરવામાં આવ્યા હતા.આંગણવાડી કર્મચારીઓ સરકારી પાયાની કલ્યાણકારી યોજનાઓના આધારસ્તંભ છે, તેમનું જીવનસ્તર સુધારવું અને કાર્ય પરિસ્થિતિને સુદૃઢ બનાવવી રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જવાબદારી છે, અમારી ન્યાયસંગત માંગણીઓ પર સહાનુભૂતિ પૂર્વક વિચાર કરી યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવાય તેવી આશા છે.
