પશ્ર્ચિમ એશિયામાં યુધ્ધના ભડકાથી એરલાઇન્સ કંપનીઓએ ભાડા તગડા કરી નાખ્યા

લડાઇની સ્થિતિમાં વિમાની કંપનીઓ જોખમ ઉઠાવવા તૈયાર નથી
30થી 40 હજારના એરફેરના હાલ 70થી 90 હજાર રૂપિયા

અમેરિકા-ઈઝરાયેલ સહિતના દેશોએ ઈરાન સાથે છેડેલા યુધ્ધથી ખાડી દેશોની હવાઈ સેવા ખોરવાતા દુબઈ, કુવૈત, સાઉદી અરબ, ઈઝરાયેલમાં અનેક ભારતીય નાગરિકો ફસાતા તેને દેશ પરત લાવવા એર લાઈન્સ એજન્સીઓએ મોટું જોખમ ઉભુ થતા મોટાભાગની ખાનગી એરલાઈન્સ કંપનીઓ જોખમ ઉઠાવવા તૈયાર નથી જે તૈયાર છે તેણે એરફેરમાં ત્રણથી ચાર ગણો વધારો ઝીંકી દેતા ભારતીય નાગરિકોને પરત ફરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ઈઝરાયેલ-ઈરાન વચ્ચે છેડાયેલ યુધ્ધથી હાલ મધ્ય પૂર્વના દેશોની સ્થિતિ વણસી છે. તેના લીધે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ખોરવાતા મિડલ ઈસ્ટમાં ભારતના નાગરીકો ફસાયા છે. દુબઈ, અબુધાબી ટુરમાં ગયેલા તેમજ રમઝાન માસમાં ઉમરાહ માટે ગયેલા ભારતીયો મકકા-મદીના ફસાયા છે. યુધ્ધના પરિણામે અમદાવાદથી ઉડાન ભરતી ફલાઈટો બંધ થતા અનેક ભારતીયો ફસાતા તેને પરત લાવવા દિલ્હીથી અમુક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. પરંતુ એરલાઈન્સ કંપનીઓ જોખમ ઉઠાવવા એરફેરમાં ત્રણથી ચાર ગણો વધારો ઝીંકી દેતા દુબઈથી દિલ્હીનું એરફેર 70થી 90 હજારે પહોંચ્યુ છે.
તકનો લાભ મળી એરલાઈન્સ કંપનીએ એરફેર વધાર્યા નથી એરફેર વધવાના કારણમાં મુખ્ય વીમા પ્રિમીયમ છ. આમ તો એર લાઈન્સ કંપનીઓ સામાન્ય રીતે વાર્ષિક ધોરણે સમગ્ર નેટવર્કની ગણતરી મુજબ વીમા પ્રિમીયમ ભરતી હોય છે પરંતુ યુધ્ધની જોખમભરી પરિસ્થિતિમાં નેરોબોડી ફલાઈટ માટે રૂા.30થી 40 લાખ અને દિલ્હી-દુબઈ- દિલ્હી જેવા રૂટના વાઈડ બોડી ફલાઈટ માટે 90 લાખથી વધુના વધારાના વીમા પ્રિમીયમના કારણે ભારત અને મધ્ય પૂર્વ વચ્ચેના એરફેરમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. તે બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી છે.
મળતી જાણકારી મુજબ દુબઈમાં ફસાયેલા ઘણા ભારતીય નાગરીકો ઓમનની વિઝા મેળવી મસ્કતથી દિલ્હીનું 60 હજાર એરફેર ચુકવી દેશ પરત ફરી રહ્યા છે. હાલ જયાં સુધી યુધ્ધની પરિસ્થિતિ થાળે નહી પડે ત્યાં સુધી એરફેરનો વધારો રહેવાની પુરી શકયતા છે.

રિલેટેડ ન્યૂઝ