સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની સંસ્થાને યુજીસીએ ઓટોમસનો દરજ્જો મળ્યો

ઈન્સ્ટિટ્યુટ ઓફ લેન્ગવેજ ટીચીંગ હવે યુનિવર્સિટી બનાવવાની દિશામાં આગળ વધશે: ડો. નિદીત બારોટ

રાજકોટની શિક્ષણ સંસ્થા ઇન્સ્ટિટયુટ ઓફ લેન્ગ્વેજ ટીચીંગને (યુજીસી) દ્વારા ગૌરવપૂર્ણ સ્વાયત (ઓટોમસ) દરજ્જો એ ાયત કરવામાં આવ્યો છે. આ દરજ્જો શૈક્ષણિક વર્ષ 2026-27 થી 2030- 31 સુધીના 5 વર્ષ માટે માન્ય રહેશે. યુજીસીની દિલ્હીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટિની ભલામણને સ્વીકારીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિદ્ધિ સંસ્થાના આચાર્ય અને અધ્યાપકોા ગુણવત્તાસભર શિક્ષણ શૈક્ષણિક નવીનતા અને સતત વિકાસ માટેના પ્રયત્નો ી માન્યતા છે. સ્વાયત્ત દરજ્જો મળવાથી ઇન્સ્ટિટયુટ ઓફ લેન્ગવેજ ટીચીંગના વિદ્યાર્થીઓ ે વિશેષ લાભો મળશે જેમાં અપડેટેડ અને લવચીક અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિ મુજબ નવીન કોર્સિસ 2026થી અમલમાં આવશે. કૌશલ્ય આધારિત શિક્ષણ-પ્રેક્ટિકલ, ઇન્ટરનશિપ અને પ્રોજેક્ટ આધારિત અભ્યાસ કરાવાશે. કોલેજની પોતાની સ્વતંત્ર પરીક્ષા પધ્ધતિ-સમયસર પરિણામ અને પારદર્શક મૂલ્યાંકન થશે, મલ્ટી-ડિસિપ્લિનરી અભ્યાસની તક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગની તકો ઉભી થશે, સૌરાષ્ટ્ર યુનિ.ની માર્કશીટ અને ડિગ્રી વિદ્યાર્થીઓે મળશે. સંસ્થાના પ્રિન્સિપાલ ડો. નિદીત બારોટએ જણાવેલ હતું કે આ સંસ્થા હવે પોતાનો સિલેબલ, પરીક્ષા અને મૂલ્યાંકન પધ્ધતિ સ્વતંત્ર રીતે નક્કી કરી શકશે, નવા ડિપ્લોમાં સર્ટિફીકેટ અને ડિગ્રી પ્રોગ્રામ્સ શરુ કરવાની તક રહેશે. શોધ અને નવીનતામાં વધારો થશે. નેક ગ્રેડિંગ અને ગુણવત્તા સુધારણામાં ગતિ આવશે તેમજ નવી શિક્ષણ નીતિ મુજબ સંસ્થા મલ્ટી ડિસિપ્લિનરી યુનિ. બનવાની દિશામાં આગળ વધશે.126 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ઇન્સ્ટિટયુટ ઓફ લેન્ગ્વેજ ટીચિંગનું સંચાલન થાય છે. કોલેજનું સંચાલન અનુભવી અને પ્રતિબધ્ધ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ તરીકે જાણીતા વક્તા લેખક ડો. ભદ્રાયુ વછરાજાની છે અન્ય સંચાલકોમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ દોશી, સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોંગ્રેસ અગ્રણી હરદેવસિંહ જાડેજા અને જયંતિભાઇ દેસાઇ કાર્યરત છે. પ્રિન્સિપાલ ડો. નિદત બારોટે જણાવ્યું કે, બી.એડ. કોલેજને સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો મળવો એ માત્ર ગૌરવનો વિષય નથી પણ શિક્ષણમાં નવી દિશા અને ગુણવત્તા વધારવાનો મોટો અવસર છે. આઇટીએલ હવે વિદ્યાર્થીઓને વધુ આધુનિક, પ્રયોગાત્મક અને વૈશ્ર્વિક સ્તરના શિક્ષણ તરફ આગળ ધપાવશે. હવે અમે વિદ્યાર્થીઓ અને સમાજ પ્રત્યે વધુ જવાબદાર બનીશું.

રિલેટેડ ન્યૂઝ