ભેંસાણ પોલીસ સ્ટેશનના અપહરણ તથા ખંડણી ગુનાના કામે છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા રાજકોટના આરોપીને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ એ પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કૃણાલ એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હોય, દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી ચોક્ક્સ માહીતી મળેલ કે, ભેસાણ પો.સ્ટે.ના સને 2025 બી.એસ.એસ.140(2),308(6),54 વિગેરે મુજબના ગુનાના કામનો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી શૈલેશગીરી રમેશગીરી ગોસાઇ (રહે, પુનીત નગર ચામુંડા સોસાયટી શેરી નં-02 પાણીના ટાકા પાસે, રાજકોટ) તેના રહેણાક મકાને હાજર હોય. તેવી હકીકત મળેલ હોય, જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચે પહોંચી જઈ, તપાસ કરતા આરોપી શૈલેશગીરી રમેશગીરી ગોસાઇ મળી આવતા, તેની પુછતાછમાં ગુન્હાની કબુલાત આપી, આજદિન સુધી ઉપરોકત ગુન્હાના કામે હાજર નહી થયેલ હોવાનુ જણાવતા, મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ભેંસાણ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
