એન્જિનિયરીંગ કામગીરી માટે બ્લોક લેવાયો
19 એપ્રિલના રોજ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ઓખા-અમદાવાદ વંદે ભારત સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે નહીં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન (જેલ સાઈડ) પર ચાલી રહેલા પુન:વિકાસ કાર્ય અંતર્ગત એન્જિનિયરિંગ કામગીરી માટે 19 એપ્રિલ 2026 ના રોજ બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ બ્લોકને કારણે પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ એક દિવસ માટે સાબરમતી સ્ટેશન પર થોભશે નહીં. 19 એપ્રિલ 2026 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન સંખ્યા 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે નહીં. તો 19 એપ્રિલ 2026 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન સંખ્યા 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે નહીં. મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય નવીનતમ માહિતી માટે ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લેવા અખબારી યાદીમાં જણાવાયું છે.
