મવડીમાં ખોડિયાર માતાજી મંદિર આડે બનેલા ભંગારના ડેલામાં દારૂનો વેપલો

ડેલાનું દબાણ દૂર કરવા મ્યુનિ. કમિશ્નરને લેખિત રજૂઆત
સોરઠિયા પરિવારના કુળદેવી સ્થાનક પાસે જાહેર જગ્યામાં ભંગારના ડેલાની આડમાં ગેરકાનુની પ્રવૃત્તિનો અડ્ડો બની ગયો

રાજકોટના મવડીમાં આવેલા ખોડિયાર માતાજી મંદિરની જગ્યા આડે ભંગારના ડેલાના દુષણથી ભાવિકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ જગ્યા મુળ સોરઠિયા પરિવારના કુળદેવીનું સ્થાનક છે. મંદિરની પાસે જ સોરઠિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તથા પટેલ શેરીના રહેવાસીઓએ મંદિર અને સાથે ધાર્મિક પ્રસંગે સુવિધા મળી રહે તે માટે મકાનનું બાંધકામ ડેવલપ કર્યુ છે. પરંતુ ભંગારના ડેલાનો ગંધાતો સમાન જાહેર રસ્તા પર જ ઢગલા કરીને રાખવામાં આવતો હોય ભાવિકોને ભારે સમસ્યા થાય છે. ભંગારનું આ દૂષણ દૂર કરવાની માગણી સાથે લત્તાવાસીઓએ મનપા કચેરીએ રૂબરૂ આવી મ્યુનિ. કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.
ઉપરોક્ત બન્ને મંદિરએ રોજબ રોજ અસંખ્ય વ્યક્તિ દર્શનાર્થે આવતા હોય છે. જેમાં નાના બાળકો તથા સિનિયર સીટીઝનો પણ દર્શન કરવા આવતા હોય તથા સોરઠિયા પરિવારના કુળદેવીનું મંદિર હોવાથી બહાર ગામથી પરિવારના સભ્ય મંદિરએ નિવેધ તથા ધાર્મિક પ્રસંગ કરવા માટે અમોએ મંદિરની સામે મકાનનું બાંધકામ કરેલ છે. જેની બાજુમાં આવેલ ભંગારના ડેલા વાળા માલીકો દ્વારા મંદિરની જગ્યા તથા જાહેર રસ્તા પર પોતાની રીક્ષા તથા અન્ય ભંગારની વસ્તુઓ બહાર રાખતા હોવાથી જેના દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં રોગચાળો તથા ગંદકી ફેલાય છે. જેનાથી ઉપરોકત વિસ્તારના વ્યક્તિઓ તથા દર્શનાથીઓ પણ તેના થી માંદગી તથા મુશ્કેલીઓ અનુભવે છે. ભંગારના ડેલા રહેણાંક વિસ્તારમાં આવેલ હોવાથી તેની હાલ સરકારશ્રીના જોગવાઈ અને એ.ઓ.પી. મુજબ કોઈપણ જાતની પરવાનગી લીધેલ નથી અને કોઈપણ જાતની સેફટી રાખવામાં આવતી નથી.
ભંગારના ડેલા માં અસંખ્ય છાપા/ પુઠા/કાગળ ની પસ્તી નો સંગ્રહ કરેલ હોવાથી તેમાં ઉદર જેવા જીવ જંતુ નો ઉપદ્રવ થતો હોવાથી ડેલાની આજુબાજુમાં લોકોને રહેવામાં પણ મુશ્કેલી ભોગવી રહયા છે.
ભંગારના ડેલમાં અસંખ્ય ભંગાર રાખવામાં આવેલ હોવથી કોઈપણ સમયે આગ અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી આજુબાજુના લોકોમાં ભય નો માહોલ કાયમી રહે છે.જે ભંગારના ડેલમાં માથાભારે શખ્ખો ધ્વારા રોજબરોજ ગેરકાયદેસરની પ્રવૃતીમાં વધારો કરતા જાય છે. હાલ આ માથાભારે લોકો દ્રારા ઉપરોકત જગ્યા પર દારૂ વેચવાને લગતા ગેરકાયદેસર કામ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી પણ લતાવાસીઓએ આપી હતી.
આ સંદર્ભ અમો તમામ દ્વારા ભંગારના ડેલાવાળા વ્યકિતને જાહેર જગ્યાનો ખાનગી રીતે ઉપયોગ ન કરવા અને ગેરકાયેદસર દબાણ ન કરવા માટે તથા કાયદાથી ઉપરવટ જઈને તમામના હકક, હિત અને હિસ્સા ને દુબાડવા માટે રજુઆતો કરવા જતાં તેઓ દ્રારા અમો તમામ પરીવારના સભ્યો તથા આજુબાજુના વિસ્તારના સભ્યોને સમાજમાં ન શોભે તે પ્રકારનું ઉદ્ધતાઈ પુર્વકનું વર્તન કરીને પોતે મોટી લાગવાળો વાળા હોઈને ખોટી રીતે કેસોમાં ફિટ કરી દઈને તમામની જીવવું દુષ્કર કરી દેવાની ગર્ભિત ધમકીઓ આપીને તમામને સતમ ભયના ઓથાળ હેઠળ જીવવા મજબુર કરી દઈને એક પછી એક ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી રહેલ છે.

રિલેટેડ ન્યૂઝ