સ્પર્ધાના વિજેતા બાળકોને ટ્રોફી એનાયત કરી સન્માન કરાયું
રેસકોર્સમાં આવેલ અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત સ્ટડી સેન્ટરમાં ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને સુંદર ચિત્રો દોર્યાં હતા. આ કોમ્પિટિશનમાં બાળકોના અ ગ્રુપ અને ઇ ગ્રુપ બન્ને ગ્રુપમાંથી પાંચ, પાંચ બાળકોને પુરસ્કાર આપવામાં આવેલ અને સાથે બધાં બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ડ્રોઈંગ કોમ્પિટિશન ટ્રસ્ટ દ્વારા તા. 14/5/2026ના દિવસે બપોરે 4:30 થી 6:30ના સમયમાં રાખવામાં આવ્યો હતો જેમાં બાળકો, તેમના વાલીઓ અને તેમના પરિવારજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુક્ત કોર્પોરેટર- ધૈર્યભાઈ પારેખ, યુવા મોરચાના પ્રમુખ-જયભાઈ રાજ્યગુરુની વિશેષ ઉપસ્થિતિ હતી. તેઓએ બાળકોને ગીફ્ટ તથા પ્રમાણપત્ર આપી ઉત્સાહિત કરેલ હતા. સ્ટડી સેન્ટરના ઈન્ચાર્જ સંજયભાઈ ઓઝા અને નીતાબેન ઓઝા દ્વારા સમર કેમ્પનું સુંદર આયોજન બે વર્ષથી કરવામાં આવે છે. આ વખતે ત્રીજું વર્ષ છે. આ કાર્યક્રમનું પુન: સુંદર આયોજન સંજયભાઈ ઓઝા અને નીતાબેન ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. ઈં.ઈ.ઞ.ઝ.ઈં ઈન્ટરનેશનલ સ્કૂલના હીનાબેન આચાર્ય ડ્રોઇંગ કોમ્પિટિશનમાં ઉપસ્થિત હતાં અને જે બાળકોના નંબર નહોતા આવ્યા તેઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઈ મણીઆર ટ્રસ્ટનાં કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ શાહ, જાનવીબેન લાખાણી, પ્રભાતભાઈ ડાંગર, રમેશભાઈ પરમાર બધાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયેલ હતું.
