જૂન પછી મિલકતના ભાવમાં તોળાતો 20 ટકાનો વધારો

NAREDCO(નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ ઓગ્રેનાઇઝેશન)-ગુજરાત અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત ઉદ્યોગ મેળાવડામાં ડેવલપર્સે સરકારને સાવચેત કરતી આપી ચેતવણી

ઇંધણના ભાવધારાથી ટ્રાન્સપોર્ટ મોંઘુ બનતા વધતા બાંધકામ ખર્ચ, સરકારી લેવીઝ, પ્લાનિંગ મંજૂરીમાં વિલંબ સહિતના પરિબળોના કારણે હાઉસિંગ પ્રોજેક્ટ્સ બન્યા ખર્ચાળ

સરકારી ભારણ આખરે તો મિલકત ખરીદનારના શિરે જ આવે

એક યુનિટમાંથી 35થી 40 ટકા તો સરકાર લઇ જાય છે, આમા બિલ્ડરોને શું મળે?

પ્રવર્તમાન વૈશ્વિક મહામારી વચ્ચે આવેલા મોંઘવારીના અજગરભરડા વચ્ચે વધુ એક માઠા અણસાર દેખાઇ રહ્યા છે. ઘરનું ઘર વસાવવાનુ સ્વપ્ન જોનાર પરિવાર માટે ચિંતાજનક સંજોગો નિર્માણ થઇ રહ્યા છે. પેટ્રોલ-ડિઝલના આસમાને પહોંચેલા ભાવના કારણે પરિવહન મોંઘુ થતા તેની એક સીધી અસર રિયલ એસ્ટેટ જગતને પણ થઇ છે. સિમેન્ટ, લોખંડ સહિત તમામ બિલ્ડીંગ મટિરિયલ્સના ભાવ અકલ્પનીય રીતે વધતા જો આને આ જ સ્થિતિ રહેશે તો જૂન માસ પછી અમદાવાદ, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મિલકતના ભાવમાં 20 ટકા વધવાની પુરી શક્યતા હોવાનું ગઅછઊઉઈઘ(નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સીલ ઓગ્રેનાઇઝેશન)-ગુજરાત અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આયોજિત ઉદ્યોગ મેળાવડામાં ડેવલપર્સે સરકારને સાવચેત કરતી આ ચેતવણી આપી છે. મંગળવારે અમદાવાદમાં આયોજિત આ કાર્યક્રમમાં ડેવલપર્સ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને પ્લાનર્સે એકમતે કહ્યું કે વધતા બાંધકામ ખર્ચ, સરકારી લેવીઝ અને પ્લાનિંગ મંજૂરીમાં વિલંબને કારણે હાઉસિંગ પ્રોજેક્ટ્સ ખર્ચાળ બનતા જાય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત બિલ્ડર્સ, આર્કિટેક્ટ, ડેવલપસ, પ્લાનર્સ અને સર્વેયરોએ એકમત સાથે કહ્યુ હતુ કે, બાંધકામ ખર્ચની પડતરમાં વધારો, સરકારી વેરામાં વધારો અને આયોજન મંજૂરીમાં વિલંબ સહિતના અગણિત પરિબળોના કારણે નવા પ્રોજેક્ટ મુકવા ખર્ચાળ સાબિત થઇ રહ્યા છે.

નારેડકો ગુજરાતના અધ્યક્ષ સુરેશ પટેલે કહ્યું કે, “એક હાઉસિંગ યુનિટની કિંમત રૂ. 52 લાખથી રૂ.60 લાખ હોય તો તેમાંથી આશરે રૂ.25 લાખ સરકાર અને વિવિધ અધિકારીઓને જાય છે. ટેક્સ, પ્રીમિયમ, ફી અને અન્ય ચાર્જિસના રૂપમાં સરકારને પ્રોજેક્ટની કુલ કિંમતના 35થી 42 ટકા મળે છે.” પટેલે ચેતવણી આપી કે જો સરકારની તરફથી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ડેવલપર્સને ઘર ખરીદનારાઓ પર બોજ નાખવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. “જો માંગણીઓ મંજૂર નહીં થાય તો જૂન પછી મિલકતના ભાવમાં આશરે 20 ટકા વધારો થશે. જો માંગણીઓ સ્વીકારવામાં આવશે તો આ વધારો માત્ર 10 ટકા સુધી જ મર્યાદિત રાખી શકાશે,” એમ તેમણે જણાવ્યું.

રિલેટેડ ન્યૂઝ