મનપા દ્વારા યોજાયેલ લોન મેળામાં 403 શેરી ફેરીયાની પ્રક્રિયાઓ પુર્ણ

સ્થળ પર જ 339 લોનની અરજીઓ મંજુર કરાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ગુજરાત લાઈવલીહુડ મિશન ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની “ઙખ જટઅગશમવશ યોજનાના વધુ અસરકારક અમલીકરણ માટે જુન, 2026ના સપ્તાહમાં 02 દિવસ શહેરના મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર લોક કલ્યાણ મેળા યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂૂપે નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ અને લોન મેળવેલ ફેરિયાઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જયુબેલી ગાર્ડન, રાજકોટ ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, આ કેમ્પમાં 403 શેરી ફેરિયાઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં 403 લાભાર્થીઓએ લાભ લીધેલ તેમજ કેમ્પના સ્થળ પર 339 લોન અરજીઓ મંજુર કરવામાં આવેલ હતી. જયારે 02 દિવસ દરમ્યાન 64 જેટલી નવી લોન અરજીઓ કરવામાં આવેલ હતી. ભારત સરકારની ઙખ જટઅગશમવ શયોજના નાના ધંધા રોજગાર સાથે સંકળાયેલ લાભાર્થીઓ માટે ખુબ લાભદાયી પુરવાર થયેલ છે ત્યારે આ યોજનાનો મહતમ લાભ ફેરિયાઓને મળી રહે તે માટે જુન માસમાં દર અઠવાડિયે સોમવાર અને મંગળવારના રોજ મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જયુબેલી ગાર્ડન, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત કાયમી ધોરણે લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંકપાસ બુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે ગઞકખ સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સવારે 10:30 થી સાંજે 06:00 કલાક દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે. આ યોજનાના લાભથી વંચિત રહેલ શેરી ફેરીયાઓને કેમ્પનો લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ પી.એમ. સ્વનિધિ યોજનાના કેમ્પના સફળતા પૂર્વક આયોજન સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર એસ. જે. ધડુક, સહાયક કમિશનર વી.ડી.ઘોણીયા તથા પ્રોજેક્ટ ઓફિસર આર. એમ. ગામેતી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ

રિલેટેડ ન્યૂઝ