સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) દ્વારા આયોજન
સરગમ ક્લબ અને રાજ રાજેશ્વર ગુરૂ ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂ જી અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા.1 થી 3/08ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને કૃત્રિમ વિનામૂલ્યે પગ બેસાડવામાં આવે છે આ કેમ્પ તા. 1/08થી તા. 3/08 સુધી ઓગસ્ટ માસ નાં રોજ યોજાશે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા.01/08ને શનિવારના રોજ સવારે 8/00 કલાકે સરગમ ભવન, જામટાવરરોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ફોન નં.0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ આધારકાર્ડ, ડોકટરનું સર્ટીફિકેટની ઝેરોક્ષ સાથે હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે. અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા.1/08ના રોજ સવારે 8/00 ખાસ ઉપસ્થિત રહેવું.
આ કેમ્પમાં અમોને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર (લંડન) રાજ રાજેશ્વર ગુરૂજી મુખ્ય સહયોગ નો સહયોગ મળેલ છે. આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ અને રાજ રાજેશ્વર ગુરૂજી તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણી જહેમત ઉઠાવે રહ્યા છે.
